અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજરોજ ગણપતિ વિસર્જન.
વિજપડી ગામના મારૂતિ મંડળ તેમજ મઢુલી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. આગલા બે વર્ષ કોરોના દરમિયાન આ તહેવાર સિમીત પુરતો એટલે કે (ઘેર) ઉજવણી કરવામાં આવી હતી તો આ વર્ષે રંગેચંગે પ્રારંભ થયો હતો અને આજે આનંદ ચૌદસ ના દિવસે પુજા અર્ચના કરી ગણપતિ બાપ્પા મોરિયા ના નારા સાથે વિજપડી મારૂતિ મંડળ તેમજ મઢુલી ગૃપ દ્વારા આયોજીત કરવામાં આવેલ ગણપતિ બાપ્પા નું વિસર્જન કરવામાં આવ્યું હતું.
હિન્દુ મુસ્લિમ સમાજ સૌ સાથે મળીને જોડાયા હતાં.
ગણેશ ચતુર્થી એ ભારતના સૌથી પ્રખ્યાત તહેવારોમાંનો એક છે. ભારતના લોકો આ તહેવારની આખું વર્ષ આતુરતાથી રાહ જુએ છે. જો કે તે આખા દેશમાં ઉજવવામાં આવે છે, પરંતુ મહારાષ્ટ્ર રાજ્યમાં તે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તેઓ આ તહેવાર સાથે તેમના ઘરોમાં ભગવાન ગણેશનું સ્વાગત કરે છે કે તેઓ તેમના તમામ કષ્ટો દૂર કરશે. ગણેશ ચતુર્થી સમગ્ર દેશમાં આનંદ ફેલાવે છે અને લોકોને ઉજવણી સાથે જોડે છે. આ તહેવાર દેશના પવિત્ર હિંદુ તહેવારોમાંનો એક છે.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા