ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ, જુનાગઢ રેન્જ જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી જીતેન્દ્ર અગ્રવાલ સાહેબ દ્વારા જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એ.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન અનુસંધાને તા.૦૬/૦૮/૨૦૧૩ ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. લખમણભાઇ મેતા તથા ઇબ્રાહીમશા બાનવા તથા પો.હેડ કોન્સ. સુભાષભાઇ ચાવડા તથા કમલેશભાઇ પીઠીયા તથા ગોપાલભાઇ મોરી તથા શાંતીલાલ સોલંકી તથા પો.કોન્સ. મેહુલસિંહ પરમાર એ રીતેના કોડીનાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પો.હેડ કોન્સ. ગોપાલભાઇ મોરી તથા પો.કોન્સ, મેહુલસિંહ પરમાર ને મળેલ સયુકત બાતમી હકિકત આધારે કોડીનાર વિશ્વાસ પેટ્રોલપંપ પાસેથી રાજ રાજેશ ઠાકુર, ઉવ.૧૯, ધંધો મજુરી રહે કોડીનાર, મુળ રહે.સાદા ઠે.મીનાનગર તા.સાદા જી.નંદુરબાર રાજય મહારાષ્ટ્રવાળા પાસેથી કાળા-લીલા કલરનું યામાહા એફ ઝેડ રજી.નં.MH-41-R-9093 જેના ચેસીસ નં.ME12C06YA2027029 તથા એન્જીન નં.21C6027117 કી.રૂ.૨૫,૦૦૦/- વાળીના R.T.૦. લગત કાગળો, આધાર, પુરાવા કે બીલ તેમજ વાહન માલીક અંગે કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી મો.સા. છળકપટ થી કે ચોરી કરી મેળવેલ હોય જેથી મજકરુ ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મો.સા. સાથે પકડાયેલ ઇસમને કોડીનાર પો.સ્ટે. સોપી આપેલ.