ભૂલકાંઓના પોષણસ્તરમાં સુધારો કરવા માટે HPCL ની CSR પ્રવૃત્તિ હેઠળ જિલ્લાને અંદાજિત રૂા.૨૩.૮૦ લાખના ખર્ચે ૯૫૨ સ્ટેડીઓમીટરની સુવિધા ઉપલબ્ધ જિલ્લાના ભૂલકાંઓના પોષણ સ્તરને સુધારવાના ઉમદા આશય સાથે તાજેતરમાં જ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપની (HPCL) વડોદરા ની CSR પ્રવૃત્તિ હેઠળ એસ્પિરેશન ડિસ્ટ્રીક્ટ નર્મદાને બાળકોની ઉંચાઈ માપવા માટે અંદાજિત ૨૩.૮૦ લાખના ખર્ચે ૯૫૨ સ્ટેડીઓમીટર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેથી ઉંચાઈના આધારે બાળકનું વજન કેટલું હોવું જોઈએ, કેવો આહાર લેવો જોઈએ તેમજ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ વિષે આંગણવાડી કાર્યકરો દ્વારા સગર્ભા માતા, ધાત્રી માતા સહિત ગ્રામજનોને પણ સમજણ પૂરી પાડી જાગૃત કરવામાં આવે છે.