જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં CSR પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે – ICDS પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ ----------- એસ્પિરેશન જિલ્લો નર્મદા આજે બીજા જિલ્લાઓની જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. જેમાં CSR એક્ટિવિટી અંતર્ગત થઈ રહેલી કામગીરી અને સરાહનીય પ્રયાસોની પણ નોંધ લેવાઈ રહી છે. હાલ રાજ્યભરમાં પોષણ અભિયાન અંતર્ગત સંપૂર્ણ સપ્ટેમ્બર માસ દરમિયાન આંગણવાડી, આરોગ્ય અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. સશક્ત મહિલા, સાક્ષર બાળક અને સ્વસ્થ માતાની થીમને ચરિતાર્થ કરવા માટે તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા પણ પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યમાં કુપોષણને નાથવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે જેનું એક ઉત્તમ ઉદાહરણ પોષણ અભિયાન છે. બાળકો, કિશોરીઓ અને સગર્ભા તેમજ ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો આવે તે હેતુથી નર્મદા જિલ્લામાં પણ આઈસીડીએસ યોજના હેઠળ સરાહનીય કામગીરી થઈ રહી છે. બાળકોના વજન અને ઉંચાઈની તમામ વિગતો આંગણવાડી કાર્યકરો દ્વારા “પોષણ ટ્રેકર” એપ્લિકેશનમાં નોંધાવવામાં HPCL- વડોદરાની CSR પ્રવૃત્તિ હેઠળ ફાળવવામાં આવેલ સ્ટેડીઓમીટર ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ HPCL – વડોદરાને મોકલેલી દરખાસ્તને કંપનીએ માન્ય રાખી તેઓના CSR ફંડમાંથી જિલ્લાને સ્ટેડીઓમીટર ઉપલબ્ધ કરાવ્યાં છે. જેથી બાળકોની ઉંચાઈ માપી યોગ્ય વજન તથા પોષણની સ્થિતિનું યોગ્ય આંકલન કરી બાળકોની ગ્રોથ મોનિટરિંગ પર દેખરેખ રાખી શકાય છે. ૦૦૦૦૦૦