ભારત સરકાર-ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકાર-ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં સાઇબર ક્રાઇમ જાગૃતિ લાવવા હેતુસર 'સાઇબર જાગૃતિ દિવસ' ઉજવણી કરવામાં આવે છે.ખંભાતના વડગામ ખાતેની માધ્યમિક-ઊચ્ચતર માધ્યમિક શાળામાં સાઈબર એક્સપર્ટ ધ્રુવકુમાર પંચાલે 'સાઇબર જાગૃતિ' વિષયક પ્રોજેકટર પર પ્રેઝન્ટેશન રજૂ કરી ઉપસ્થિત મહિલાઓ, દીકરીઓ, બહેનોને જાગૃત કર્યા હતા.
પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી ક્રાઇમ કચેરી, પોલીસ અધિક્ષક આણંદ, પી.આઈ-સાઇબર ક્રાઇમ આણંદના માર્ગદર્શન હેઠળ 'સાયબર જાગૃતિ' અભિયાન હાથ ધરાયુ છે.જેમાં આજના યુગમાં સોશિયલ મીડિયા દુરપયોગ કરી દીકરીઓ-બહેનો-મહિલાઓ શિકાર બની રહી છે.એકથી વધુ ફોર્ડ એકાઉન્ટ બનાવી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી લંપટ ઈસમો પોતાના હેતુ પાર પાડી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ, દીકરીઓ, મહિલાઓને પોતાની ચૂંગાલમાં ફસાવે છે.જેને કારણે બળાત્કાર,દુષ્કર્મ સહિતના ગુનાઓએ વેગ પકડ્યો છે.ઘરની દીકરીઓ-યુવતીઓ ઘરના પરિવારજનોને અંધારામાં રાખી અન્ય યુવકો સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ જાય છે.જેથી તેઓને પાછળથી પસ્તાવાનો વારો આવે છે.પરિણીત મહિલા-પુરુષોના પણ સોશિયલ મોડિયામાં પર સ્ત્રી-પરુષો સાથેના સંબંધોના ભાંડા ફૂટી જતા છૂટાછેડા સુધીની પરિસ્થિતિમાં સર્જાઈ છે.ઘરના દરેક પરિવારજનોએ, મા-બાપે દીકરીઓ-યુવતીઓ-મહિલાઓનું ધ્યાન રાખવુ અંત્યત જરૂરી છે.આ અભિયાનમાં કઈ રીતે સાઇબર ક્રાઇમથી સુરક્ષિત રહી શકાય તે અંગે માહિતગાર કર્યા હતા.