બ્રિટનની રાણી એલિઝાબેથનું સ્કોટલેન્ડના બાલમોરલ પેલેસમાં 96 વર્ષની વયે ગુરુવારે તેમનું અવસાન થયું છે. તેમની તબિયત બગડી હતી ત્યારબાદ તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. મહારાણીની ઉંમર 96 વર્ષની હતી. બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતીય હતા, મહારાણીએ 70 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધ્યા બાદ ગુરુવારે સવારે તેમનો પરિવાર એબરડીનશાયરમાં તેમની સ્કોટિશ એસ્ટેટ ખાતે એકઠા થવાનું શરૂ કર્યું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ હવે બ્રિટનના નવા રાજા બનશે, પ્રિન્સ ચાર્લ્સ 73 વર્ષ ની ઉંમર નાં છે.