નગરપાલિકાનો વધુ એક અણગઢ વહીવટનો વધુ એક પુરાવો પ્રકાશમાં આવ્યો છે. વિવાદોમાં ઘેરાયેલી હળવદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા હજારો હીશોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાનું સનસનીખેજ ખુલાસો થયો છે. અને હળવદ નગરપાલિકામાં ધણી ધોરી વગરનું તંત્ર સામે આવ્યું છે.

હળવદ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી સફાઈ ન થતા રોગચાળો વકરવાની શક્યતાને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. હળવદ નગરપાલિકા એપ્રિલ ૨૦૨૨ થી સફાઈવેરો, લાઈટવેરો,ગટરો વેરો અંદાજિત રૂ,૭૦૦ વસૂલવામાં પાવરધી કરે છે. છતાં હળવદ નગરપાલિકા સેવા આપવામાં ઉણી ઉતરતા લોકોમાં રોશની લાગણી ફેલાઈ છે. ત્યારે નગરમાં ઠેર ઠેર ગંદકીના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, અને કમળા જેવા જીવલેણ રોગ ફાટી નીકળ્યા છે. ત્યારે હળવદ નગરપાલિકાના વોર્ડ નંબર બેના સદસ્ય મહેશભાઈ દલવાડીએ આ મામલે લેખિતમાં રજૂઆત પણ કરી છે. આ બાબતે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેસરાને પુછતાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હળવદ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી સેનેટરી ઇન્સ્પેક્ટર મેડિકલ ઉપર હોવાથી સફાઈ કામગીરી અરેગયુલર હાલમાં છે. પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરીને બે દિવસમાં આ સમસ્યાનો હલ કરવામાં આવશે, જો જરૂર પડશે તો મેન બ્લોકના લોકોને પણ કામ ઉપર લગાડવામાં આવશે. તેવું જણાવ્યું હતુ.

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ