આદિત્યાણા ગામમાં ડંકી વિસ્તાર, ચુનારવાળા વિસ્તાર અને નવાપરામાં રબારી વિસ્તારની મુલાકાત લીધી હતી અને ડોર ટુ ડોર જઈને કોંગ્રેસની વિચારધારા લોકોને સમજાવી હતી અને લોકોને આવનારી 2022 ની ચૂંટણી ની અંદર કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી અને વાડોતરા ગામના અલગ અલગ વિસ્તારમાં અનેક સમસ્યા હતી તેનું તાત્કાલિક નિવારણ લાવ્યા હતા અને આગામી દિવસોમાં કોઈ પણ કામ પડે તો જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ તરીકે અમે તમારી સાથે છીએ એવું વચન આપ્યું હતું ત્યારે લોકો દ્વારા સારો આવકાર મળી રહ્યો હોય અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાની ખાતરી આપી.  

 આ કામગીરીમાં કોંગ્રેસ આગેવાન નવઘણ મોરી, રામભાઈ મોરી અને જીલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા જોડાયા હતા