તારાપુરના મિલરામપુરા ગામે કૃષિ રસાયણ કંપનીના કૃષિ તજજ્ઞો એ ડાંગરના નિદર્શન પ્લોટની મુલાકાત લીધી ..

ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને કૃષિ ક્ષેત્રે અવનવા સંશોધનો થકી આજનો ખેડૂત આધૂનિક ખેતી કરતો થયો છે તેવામા આજના આ રસાયણ યુગમા વધુ ઉત્પાદનની લ્હાયમાં રસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ કરીને જમીનને બગડતી આપણે બધા જોઈ રહ્યા છીએ હાલ તારાપુર ખંભાત સહિતના પંથકમા ભૌગોલિક પરિસ્થિતી પ્રમાણે  અહીંની દરિયા કાઠાંની આસપાસની જમીનોમા ક્ષારનુ પ્રમાણ દિવસે દિવસે વધતુ જાય છે જેથી હવે ઉત્પાદનમા એની માઠી અસર પડી રહી છે ભારતીય એગ્રો કેમિકલ્સના બજારમાં અવનવા સંશોધન થકી પચાસ વર્ષથી કાર્યરત કૃષિ રસાયણ એક્ષપોર્ટસ પ્રા.લી કંપની દ્વારા જમીનને જીવતી રાખવા તથા ગુણવત્તા સભર પાક ઉત્પાદન જાળવી રાખવા "કે-મેક્સ સુપર"બાયો ફર્ટિલાઈઝર નુ સંશોધન કરી ખેડૂતો માટે બજારમા મુકાયુ છે જેના પરિણામ ખેડૂતોને બતાવવા તથા પોતે નિરીક્ષણ કરીને ખેડૂતોને તે વિષે સમજાવવા કૃષિ રસાયણની ટીમ દ્વારા મીલરામપુરા ગામે આવેલ મણીપુરામા રહેતા નારણભાઈ કવાભાઈ ના ખેતરે નિદર્શન પ્લોટ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કંપનીના ગુજરાત હેડ પ્રદિપ કુમાર ઝા ,સહિતની સમગ્ર ગુજરાતના તજજ્ઞોની ટીમે સ્થળ પર જઈ ડાંગરના પ્લોટનુ નિદર્શન કરવામા આવેલ અને કંપનીનું "કે-મેક્સ સુપર" અહીંની જમીનો અને પાકને કેટલુ ફાયદાકારક છે તે બતાવેલ