આજ રોજ આઈ.સી.ડી.એસ.

શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા

“રાષ્ટ્રીય પોષણ અભિયાન” અંતર્ગત ચાલી રહેલ

પોષણ માસ-૨૦૨૨ની ઉજવણીના ભાગ રુપે 

 શુભેશ્વર મંદિર, ખલીલપુર રોડ, જુનાગઢ

ખાતે ટેક હોમ રાશન પુર્ણાશકિત, માતૃશકિત

અને બાલશકિતમાંથી બનાવેલ વાનગીઓની હરીફાઇ

અને બાળગીત સ્પર્ધાનું આયોજન કરવામાં

આવેલ. જેમાં માન.કોર્પોરેટરશ્રીઓ પ્રફુલાબેન ખેરાળા

તથા શાંતાબેન મનુભાઇ મોકરીયા ઉપસ્થિત

રહેલ. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન

દવે દ્વારા પોષણ માસની ઉજવણીનું મહત્વ,

પોષણ, ટેક હોમ રાશનના નિયમિત ઉપયોગથી થતા

ફાયદાઓ વિશે બાળકો, સગર્ભા અને ધાત્રીને

સમજ આપવામાં આવેલ તેમજ બાળકો દ્વારા

બાળગીતો રજુ કરી પોષણની જાગૃતિ લાવવા પ્રયાસ

કરવામાં આવેલ. આ પ્રસંગે આંગણવાડી ખાતેથી

લાભાર્થીને આપવામાં આવતા ટેક હોમ રાશન બાલ

શક્તિ, માતૃશક્તિ અને પુર્ણા શક્તિમાથી વિવિધ

વાનગી બનાવી નિદર્શન પણ કરવામાં આવેલ છે.

આમ આઈ.સી.ડી.એસ. ટીમ દ્વારા કાર્યક્રમનું

સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવેલ.

પ્રતિ,

તંત્રીશ્રી/ પ્રતિનિધિશ્રી

ઉપરોક્ત પ્રેસનોટ આપના લોકપ્રિય અખબારમાં

વિનામુલ્યે પ્રસિધ્ધ કરાવી આપશો.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ