શ્રી હિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં શરીર સબંધી અને મીલ્કત સબંધી ગુન્હાના આરોપી જે પોતાની ધરપકડ ટાળવા નાસતા – ફરતા હોય તેને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૬૭૮ / ૦૨૨ IPC કલમ ૩૦૭,૩૨૪,૫૦૬ ( ૨ ) , ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ GPA કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામે છેલ્લા એક માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા - ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : ( ૧ ) સુજીતભાઇ ધીરૂભાઇ ધાધલ ઉ.વ .૨૨ ધંધો.ડ્રાઇવીંગ રહે , અમરેલી , હનુમાનપરારોડ , સહજાનંદ સોસાયટી શેરી નં , ૦૧ તા.જી.અમરેલી આ કામગીરી શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા.પો.સબ.ઇન્સ . તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી