ભોયણ ગામથી બ્રિજ સુધી નેશનલ હાઈવે પર ના શેડ સહિત 30 દબાણો હટાવાયાં..
ડીસા માં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હંગામી શેડ ઉભા કરી વેપાર કરતાં ફેરિયાઓ ના 30 દબાણો રવિવા રે દૂર કરાયા હતા..
નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દબાણ દૂર કરવામાં પણ ભેદ ભાવ ભરી નીતિ અપનાવી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતુ..
ડીસા માં એલિવેટેડ ઓવર બ્રિજના છેડે રિલાયન્સ પંપ નજીક હંગામી શેડ ઉભા કરી વેપાર કરતાં ફેરિયાઓના 30 જેટલા દબાણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રવિવારે તોડી પાડવામાં આવ્યા છે..
આ જગ્યા પર ટ્રાફિક થતો હોવાનું બહાનું આગળ કરી હાઇવે ઓથોરિટી દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે..
જ્યારે ડીસા મા નેશનલ હાઈવે પર અનેક પાકા દબાણ હટાવવા વર્ષોથી અરજીઓ કરવામાં આવી હોવા છતાં હાઇવે ઓથોરિટી દ્વારા દબાણો દૂર કરવામાં આવતા નથી..
ડીસા ના ભોયણ પાટીયાથી લઈ આખોલ ચાર રસ્તા સુધી નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ પાકા દબાણો થયેલા છે..
હટાવતી હાઇવે ઓથોરિટી ને પાકા દબાણો દેખાતા નથી..
અચાનક ફેરિયાઓ ઉપર દબાણ હટાવ કામગીરી થી કાળ જાળ ગરમી માં વેપાર કરતાં અને પેટીયુ રળતા ફેરિયાઓ ની આજીવિકા છીનવાઈ જવા પામી છે..