અર્જુનભાઈ આંબલીયા છેલ્લા ઘણા સમયથી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સતત આંદોલન ચલાવી રહ્યા છે. જેના માટે અગાઉ પણ વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે ગાય માતા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેમજ ગૌચર જમીન ખાલી કરાવવા બાબતે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામે આવેલ સરકારી માઘ્યમિક શાળામાં એક મહિલા સહિત 19 વ્યક્તીઓએ સામૂહિક આત્મ વિલોપનની ચિમકી આપી હતી અર્જુનભાઈ આંબલિયાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા સમગ્ર જિલ્લાના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી જેમાં ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ખુદ સમજાવટ માટે પોહચ્યા હતા ત્યારે મહુવા પ્રાંત અધિકારી શ્રી કુસુમબેન પ્રજાપતિ, DYSP મિહિર બારૈયા,મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, PGVCL ફાયરબ્રિગેડ, મેડીકલ,તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અંતે ભાવનગર એસ.પી રવિન્દ્ર પટેલ કરલા ગામે પહોંચ્યા હતા અને અર્જુનભાઈ આંબલીયા સાથે વાત ચીત કરી તંત્ર દ્વારા ખાત્રી આપવામાં આવતા આંદોલન સમેટાયું હતું.
રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-જેસર