પોરબંદરના લોકપ્રિય સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક સાહેબ, તેમજ માહી ગ્રુપ પ્રમુખ કમલભાઈ ગોસલીયા ની લાડકી દીકરી ટીસા ના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્યોના આયોજન કરાયા. માહી ગ્રુપના સભ્યોના જન્મદિવસની ઉજવણી સેવા કાર્યો દ્વારા થતી હોય છે ત્યારે માહી ગ્રુપના પારિવારિક મિત્ર પોરબંદર લોકપ્રિય સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક સાહેબ, તેમજ માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલીયાની લાડકી દીકરી ટીસાના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્યોના આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાય માતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કીડીયારુ, માછલીઓને ભોજન તેમજ સાધુસંતો દિવ્યાંગો પરમહંસો તેમજ શ્રમજીવી જરૂરિયાત મંદ લોકોને પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં જઈને ચોકલેટ બિસ્કીટ કેક તેમજ નાસ્તાનું વિતરણ કરી અને પશુ પક્ષીઓથી લઇ અને માનવીઓ સુધીના દરેક જીવ માત્ર નું સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ઉપરોક્ત સેવાકાર્યમા માહી ગ્રુપ પ્રમુખ કમલભાઈ ગોસલીયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી વિજયભાઈ લુક્કા, જયેશભાઈ પાઉં, મોહનભાઈ ઓડેદરા, મિલનભાઈ પરમાર, કારાભાઈ પાંડવ, અંકિતભાઈ શાહ, હર્ષભાઈ શાહ,ટીસા ગોસલીયા,દેવ ગોસલીયા, વગેરે સભ્યો મિત્રો જોડાયા હતા અને સેવા કાર્યોનો લાભ લીધો હતો.