શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કુલ સીમર ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાય.ડી. ઈ. ઓ., જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ શાળા પરિવારે વિદ્યાર્થીઓને બિરદાવ્યા
શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કુલ સીમર ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના પ્રયત્નોના ભાગરૂપે અને પોરબંદર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વધુમાં વધુ લોકજાગૃતિ આવે અને મહત્તમ લોકો મતદાન કરે ,કોઈ મતદાર છૂટી ન જાય તે માટે પ્રેરણા અને માર્ગદર્શન માટે સીમર હાઈસ્કૂલમાં શાળાના આચાર્ય અને નોડલ અધિકારી ધવલભાઈ ખુંટીના માર્ગદર્શનમાં મતદાર સાક્ષરતા ક્લબ સીમર દ્વારા મહેંદી ,રંગોળી, ચિત્ર અને રાખડી મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. દરેક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો .મતદાર જાગૃતિના સંદેશો પ્રસારિત કરતી ખૂબ જ સુંદર રંગોળી ,રાખડી, મહેંદી તેમજ ચિત્રો બનાવી મતદારોને જાગૃત કરવાના સરકારના પ્રયત્નોને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. શ્રી નવચેતન પ્રાથમિક શાળાના આચાર્ય અરભમભાઈ અને સ્ટાફ મિત્રોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી .આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના સમગ્ર શાળા પરિવારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી તે ઉપરાંત એન.એસ.એસ. ના સ્વયંસેવકો અને નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો એ ખૂબ જહેમત ઉઠાવી હતી .જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ના માર્ગદર્શન હેઠળ આ મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ અભિયાન આધારિત આ સ્પર્ધાઓમાં જિલ્લા ચૂંટણી અધિકારી ,જિલ્લા શિક્ષણ અધિકારી,કલેકટર કચેરી પોરબંદર તેમજ ટ્રસ્ટી વી.ડી. કારાવદરા અને અન્ય ટ્રસ્ટીગણે ખૂબ જ બિરદાવી અને વિદ્યાર્થીઓ અને શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व केंद्रीय मंत्री एसएम कृष्णा का निधन:निर्दलीय विधायक से विदेश मंत्री तक रहे; 2017 में कांग्रेस छोड़कर BJP जॉइन की
पू्र्व विदेश मंत्री और कर्नाटक के मुख्यमंत्री रहे एसएम कृष्णा का सोमवार देर रात करीब 2:30 बजे...
Har Har Shambhu से चर्चा में आईं Singer Farmani Naaz से खास मुलाकात |
Har Har Shambhu से चर्चा में आईं Singer Farmani Naaz से खास मुलाकात | वनइंडिया हिंदी | #Youtuber
दिल्ली-यूपी, उत्तराखंड समेत इन राज्यों में बारिश के साथ गिरेंगे ओले, IMD ने बताया अगले 3 दिनों का पूर्वानुमान
नई दिल्ली। राष्ट्रीय राजधानी समेत कई राज्यों में अचानक मौसम ने करवट बदली है। दिल्ली एनसीआर,...