ગઈ કાલે ત્રીજી યાદી આમ આદમી પાર્ટીની વિધાનસભા ચૂંટણીના 10 ઉમેદવારની જાહેર કરાઈ છે ત્યારે વેજલપુર આપના ઉમેદવારોના દારુ-હુક્કા પાર્ટી કરતા વીડિયો-ફોટો સામે આવ્યા છે. આપના જાહેર થયેલા 10 ઉમેદવારમાંના એક કલ્પેશ પટેલના દારુ હુક્કા પાર્ટી કરતા વીડિયો-ફોટો વાયરલ થઈ રહ્યા છે.
દિલ્હી બાદ આમ આદમી પાર્ટી મોટો વિવાદ જે રીતે સામે આવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આપ પાર્ટીના ઉમેદવારના આ વીડિયો સામે આવતા વિવાદ થયો છે. એક બાજુ સ્વચ્છ પાર્ટીની છબી આમ આદમી પાર્ટી ધરાવે છે ત્યારે બીજી બાજુ આ પ્રકારે વીડિયો દારુ અને હુક્કા પાર્ટીની મહેફીલો માણતા ઉમેદવારના સામે આવી રહ્યા છે.
ગઈકાલે જ ઉમેદવારનું નામ જાહેર થયું છે ત્યારે આ ખુશીમાં પાર્ટીનું આયોજન કરાયું હોવાનું માલુમ પડે છે. કલ્પેશ પટેલને વેજલપુરથી ટિકિટ અપાઈ હતી. આ પહેલા કોંગ્રેસમાં તેઓ હતા. કોંગ્રેસના જૂના સાથી દ્વારા આ વીડિયો વાયરલ કરાયો હોવાની પણ ચર્ચાએ જોરા પકડ્યું છે. ત્યારે ઉમેદવારનું નામ જાહેર થતાની સાથે જ આ ફોટો વીડિયોએ પણ ચર્ચા જગાવી છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ફ્રેશ પાર્ટી અને સ્વચ્છ પાર્ટીની છાપ છોડી રહી છે ત્યારે આપ પાર્ટીના ઉમેદવારનો વાયરલ થઈ રહેલો વીડિયો ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે.