જળ શક્તિ અભિયાન અંતર્ગત કેન્દ્રના ટેકનિકલ ઓફિસર ડૉ.શક્તિ મુરુગને અમરેલીમાં સમીક્ષા બેઠક યોજી
અમરેલી, તા.૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ (બુધવાર) કેન્દ્ર સરકારના જળ શક્તિ અભિયાન અંતર્ગત રાજ્યમાં થઈ રહેલા જળ સિંચનના વિવિધ કામોની સમીક્ષા કરવાના હેતુથી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે જળ શક્તિ અભિયાનના ટેકનિકલ ઓફિસર ડૉ.શક્તિ મુરુગને જિલ્લા સેવાસદન ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરુવની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લામાં થયેલી જળ સિંચનના કામોની માહિતી ડૉ. શક્તિ મુરુગનને આપવામાં આવી હતી. તેઓશ્રી દ્વારા જિલ્લામાં થયેલા સુજલામ સુફલામ અભિયાન અંતર્ગતના જળસિંચન કાર્યો તેમજ જલ જીવન મિશન, અમૃત સરોવર, નલ સે જલ વગેરે જેવી જળ સિંચનની યોજનાઓ અને તેમાં અમરેલી જિલ્લામાં પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના કાર્યોનો અહેવાલ જાણીને જરુરી સૂચનો કરવામાં આવ્યા હતા. જળ શક્તિ અભિયાનની સમીક્ષા અને પૂર્ણ થયેલા કાર્યો અંતર્ગત ફિલ્ડ વિઝિટ માટે આગામી સોમવારે જળ શક્તિ અભિયાનના કેન્દ્રીય નોડલ અધિકારીશ્રી અને ડી.પી.આઈ.આઈ.ટી વિભાગ ભારત સરકારના ડેપ્યુટી સચિવશ્રી કરણ થાપર અમરેલી જિલ્લાની મુલાકાતે આવશે. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રની વિવિધ કચેરીઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ સિંચાઈ, વાસમો અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી