હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે યોજાતી ધાર્મિક બ્રજમંડલ યાત્રાપર વિધર્મિ જેહાદીઓએ મેવાતના નુહમાં હિન્દુઓની આસ્થા અને આદરના કેન્દ્ર એવા પ્રાચીન નલ્હદ શિવ મંદિરની યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓ પર ભારે પથ્થરમારો, હિંસા, આગચંપી અને ટેકરીઓ પરથી સીધી ગોળીઓ ચલાવી હતી.જેમાં સેંકડો વાહનોને નુકસાન અને આગચંપી તથા 2 પોલીસ હોમગાર્ડના મોત અને તીર્થયાત્રીઓ અને બજરંગ દળના કાર્યકરો ઘાયલ થયા હતા. જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિધર્મી જેહાદ, આતંકવાદ વિરુદ્ધ ધરણાં પ્રદસંન કાર્યક્રમ થયો.જેમાં વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા અધ્યક્ષ જયેશ શુકલ, શહેર અધ્યક્ષ પ્રવીણસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સહસંયોજક સત્યપાલસિંહ ઝાલા, બજરંગદળ જિલ્લા સુરક્ષા સંયોજક યશપાલસિંહ વાઘેલા તથા માતૃ શક્તિ દુર્ગા વાહિનીના બહેનો પણ જોડાયા હતા.