ભારતમાં ફરી એક નવી બીમારીની દહેશત ફેલાઈ છે....અગાઉ કોરોના બાદમાં મંકી પોક્સ અને હવે ટોમેટો ફ્લુના કેસ સામે આવી રહ્યાં છે.... મહત્વનું છે કે, 10 વર્ષથી નીચેના બાળકો ટોમેટો ફ્લુની ચપેટમાં આવી રહ્યાં છે... કેરળમાં 30થી વધુ બાળકો ટોમેટો ફ્લુનો ભોગ બન્યાં છે.. જ્યારે ઓડીશામાં 26 બાળકો ટોમેટો ફ્લુની ચપેટમાં આવ્યાં છે....ટોમેટો ફ્લુના લક્ષણો પર નજર કરી એ તો, તાવ આવવો, થાક લાગવો, સાંધામાં દુખાવો થવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે... સાથે જ અન્ય વાયરલ ચેપની જેમ ઉબકા, ઉલટી, ઝાડા થાય છે....જો આવા લક્ષણો બાળકોમાં જણાઈ તો તાત્કાલિક તબીબોનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી રહી છે....
ટોમેટો ફ્લુના વધતા કેસને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.... હોસ્પિટલ તંત્ર દ્વારા દવાઓ સહિતની વ્યવસ્થા કરાઈ છે....