આવકવેરા વિભાગએ બુધવારે દેશભરમાં એક સાથે 100 સ્થળો પર દરોડા પાડ્યા... મિડ-ડે મીલમાં કમાણી, રાજકીય ભંડોળમાં કરચોરી અને દારૂના કૌભાંડોના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરાખંડ સહિત 7 રાજ્યોમાં આઈટીના દરોડા ચાલુ છે. રાજસ્થાનના રાજ્યકક્ષાના મંત્રી રાજેન્દ્ર યાદવ અને તેમના સંબંધીઓના 53થી વધુ સ્થળો પર આવકવેરાના દરોડા પડ્યા છે... મંત્રી રાજેન્દ્ર યાદવનું કહેવાય છે. જયપુરમાં તેમના સરકારી અને ખાનગી રહેઠાણ ઉપરાંત કેટલીક જગ્યાએ ટીમો હાજર છે.બીજી બાજુ છત્તીસગઢમાં સ્ટીલ અને દારૂના વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.. સાથે જ UPના 24 શહેરોમાં આયકર વિભાગે છાપેમારી કરી છે.. તો બેંગાલુરુમાં 20થી વધારે ઠેકાણાઓ પર આઈએ દરોડા પાડ્યા છે.. જેમાં જાણીતા મનીપાલ ગ્રુપ પર કાર્યવાહી કરાઈ રહી છે..
આઈટીની સાથે સીબીઆઈ પર સક્રિય થયું છે.. બંગાળમાં મમતા સરકારના મંત્રીના 6 ઠેકાણાઓ પર કોલસાની દાણચોરીના આરોપ અંગે તપાસ ચાલી રહી છે...