આ વર્ષે મે મહિનામાં બીજેપી નેતૃત્વએ કેન્દ્રીય મંત્રીઓને જીતવામાં નિષ્ફળ ગયેલી 144 લોકસભા મતવિસ્તારોમાં જમીની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનું કાર્ય સોંપ્યું હતું હવે મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં હારેલી 144 બેઠકોમાંથી વધુમાં વધુ બેઠકો કઈ રીતે હાસલ કરવી તે અંગેનો રોડમેપ તૈયાર કરવા એક બેઠક યોજી હતી. જેમાં મંત્રીઓને આ મતવિસ્તારોમાં ઓછામાં ઓછા 48 કલાક ગાળવા અને પક્ષના કાર્યકરો અને સરકારી કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરવા માટે કહેવામાં આવ્યું છે, આ 144  બેઠકોની ઓળખ કરવાનો નિર્ણય PM મોદી દ્વારા લેવામાં આવ્યો હતો જેઓ આવનાર દિવસોમાં બીજા રાઉન્ડ માટે મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે હાલ તેવી અટકળો સેવાઈ રહી છે.

અમિતશાહ દ્વારા દેખરેખ હેઠળની આ કવાયતનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થવાના આરે છે, ભાજપ નેતૃત્વ હવે ઈચ્છે છે કે મંત્રીઓ 2024ની ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવાને પ્રાથમિકતા આપે.