તપોવન કોમર્સ સ્કૂલના વિદ્યાથીઓએ અજંતા કંપની અને લીઓલી કંપનીની મુલાકાત લીધી
તપોવન કોમર્સ સ્કૂલ જેતપર (મોરબી) દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ જ્ઞાન આપવાના હેતુથી મોરબી નજીક આવેલ બે કંપનીની વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તપોવન કોમર્સ સ્કૂલ દ્વારા અજંતા ઇન્ડિયા લમિટેડતથા લીઓલી સિરામિક પ્રાઇવેટ લીમીટેડ કંપનીની મુલાકાતનું આયોજન કર્યું હતું
' નળિયું,તળિયું અને ઘડિયું ' નાં સૂત્ર થી પ્રખ્યાત એવા આપણા મોરબીનું નાક ગણાતો ઉદ્યોગ એટલે સીરામિક અને કલોકઉદ્યોગ. જેમણે દેશના ઘણા રાજ્યોને મોટી રોજગારી પુરી પાડી છે, વિશ્વ કક્ષાએ પોતાનું નામ ઉજ્જવળ કર્યું. જેમનો દેશ ની અર્થવ્યવસ્થા માં પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. આવા ઉદ્યોગથી પરિચિત કરવા જેતપરની તપોવન કોમર્સ સ્કૂલ નાં ધોરણ ૧૧-૧૨ કોમર્સનાં વિદ્યાર્થીઓએ અજંતા કલોક તથા લીઓલી સિરામિકની મુલાકાત લીધી હતી અને કંપનીમાં કેવી રીતે કામગીરી કરાય છે તેની માહિતી મેળવી હતી
કંપની વિઝીટનો હેતુ...
કંપની વિજીટ થકી વિદ્યાર્થીઓ ને કંપની ની સ્થાપના, કાર્યપદ્ધતિ, સક્સેસ સ્ટોરી, મેનેજમેન્ટ, ઉત્પાદન, માર્કેટિંગ વગેરે આયામો થી માહિતગાર કરવામાં આવે છે, જેથી તેમના વિચારો ને નવી દિશા મળે અને પોતાના સપનાઓ સાકાર કરવામાં મદદરૂપ થાય.
અજંતા ઇન્ડિયા લમિટેડના તથા Lioli Ceramic નાં હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્સ, ખરીદી, ફાઈનાન્સિયલ, પ્રોડક્શન વગેરે ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિ થી માહિતગાર કરાવવામાં આવ્યા અને ભવિષ્યમાં સફળ બિઝનેસમેન કઈ રીતે બનવું તેના વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી.
તપોવન કોમર્સ સ્કૂલના પ્રમુખ જીતુભાઇ વડસોલા તેમજ સંચાલક વિજયભાઈ કાચરોલા અને અંકિતભાઈ રૈયાણી દ્વારા અજંતા ક્લોક તથા લીઓલી સિરામિકના સંચાલકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો