કાર્યવાહી દરમિયાન મળેલ હકીકત આધારે લાલદરવાજા લકી હોટલ પાસેથી

આરોપી ઓજેરહુસૈન સ/ઓ અસ્પાકહુસૈન ગુલામહુસૈન સૈયદ, ઉ.વ.૨૦, રહે.જૈનુલ પાર્ક,

એકતા મેદાનની પાસે, જુહાપુરા, વેજલપુર, અમદાવાદ શહેર નાને પકડી તેની પાસેથી એક

કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.જીજે-૦૧-વી.ઈ. ૯૯૦૨ કિ.રૂ.૩૦૦૦૦/- ની

મત્તાના સાથે પકડી પાડેલ. જે મોટર સાયકલ તેણે ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું

જણાઈ આવતાં. આ મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે લઇ આરોપીને

તા.૦૬/૦૯/૨૦૨૨ ના રોજ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની

કાર્યવાહી કરવામાં આવેલ.

પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન ગઈ તા.૦૩/૦૯/૨૦૨૨ ના રોજ

સાંજના સમયે પોતાના મિત્ર સાથે મળી વાસણા મેટ્રો સ્ટેશનના નીચે પાર્ક કરેલ હિરો સ્પ્લેન્ડર

મોટર સાયકલની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.

શોધાયેલ ગુન્હો:

વાસણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૬૨૨૦૮૨૩/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.

આ આરોપીએ આ સિવાય બીજા પણ વાહનો ચોરી કરેલ છે કે કેમ તેમજ તેની

સાથે અન્ય કોઈ ઈસમો પણ સંડોવાયેલ છે કે કેમ તે બાબતે આરોપીની સઘન પુછપરછ તપાસ

ચાલું હોય આવા પ્રકારના બીજા પણ વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.