શહેરની ભાગોળે આવેલ કાગદડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે ફંગોળાયેલા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર જસદણના રામડીયા ગામે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ સિતાપરા (ઉ.35) ગત બપોરે રાજકોટના હડાળા ગામે રહેતા તેના ફઈના ઘરે આંટો મારવા બાઈક લઈ ઘરેથી નિકળ્યો હતો. ત્યારે કાગદડી ગામ પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહને ઠોકરે લેતા યુવક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને 108ને જાણ કરતા તબીબે તપાસીને યુવકને મૃત જાહેર કરતા પોલીસે કાગળો કરી મૃતદેહને પીએમમાં અત્રેની સિવિલે ખસેડયો હતો. અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક ખેતીકામ કરતો અને અપરિણીત હતો જેના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટલાદના આમોદ નજીક રોડ ઉપર ટુ વ્હીલરો વચ્ચે અકસ્માત
પેટલાદ તાલુકાના આમોદ થી પેટલાદ જવાના માર્ગ ઉપર મંગળવારે સવારે 10:00 વાગ્યાની આસપાસના સમયગાળામાં...
ಬಿಜೆಪಿ ಪಕ್ಷದ ಹಿರಿಯ ನಾಯಕರು ಹಿರಿಯ ರಾಜಕಾರಣಿಯಾದ ಪ್ರಮೋದ್ ಮಧ್ವರಾಜ್ ಅವರಿಗೆ ಉಡುಪಿ-ಚಿಕ್ಕಮಗಳೂರು ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಿಂದ ಸ್ಪರ್ಧಿಸಲು ಅವಕಾಶ ನೀಡಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಜನವರಿ 2, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಗಂಗಾಮತಸ್ಥರ ಸಂಘ'ದ...
ભાજપે નીતિશને આપ્યો ઝટકો, JDUના એકમાત્ર ધારાસભ્યએ ભગવો ઝંડો રાખ્યો
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે તેમના જૂના સાથી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સંબંધો તોડી...
সুৰাপান কৰি আৰক্ষীৰ জালত আৰক্ষী। সুৰাপান কৰি থানাতে শুই আছিল কনিষ্টবল নৃপেন্দ্ৰ কুমাৰ দাস।
সুৰাপান কৰি আৰক্ষীৰ জালত আৰক্ষী। সুৰাপান কৰি থানাতে শুই আছিল কনিষ্টবল নৃপেন্দ্ৰ কুমাৰ দাস ,...