સિહોર જ નહિ પંથકના મોટાભાગના રોડ ખુબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે તેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને લોકોની સ્થિતી કફોડી થઈ છે. ચોમાસા દરમિયાન મોટાભાગના રોડ ધોવાય ગયા છે અને રોડમાં ખાડા પડી ગયા છે. રોડ પરથી વાહન ચલાવવુ મૂશ્કેલ બન્યુ છે અને લોકો રોડનો કકળાટ કરી રહ્યા છે પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવામાં આવતી નથી જેથી નેસડા ગામના લોકો રોડ પર ઉતરી આવ્યા છે સિહોર થી નેસડા તરફ નો માર્ગ સાવ ખરાબ થઇ ગયો હોય, અગાઉ આ માર્ગ ડામર માર્ગ હતો જેનું સમયાંતરે ધોવાણ થઇ જતા આ માર્ગ પર જવા આવવા માટે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ ને બનાવવા અંગે અગાઉ અનેકવાર રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ ના આવતા આજે નેસડા અને ભોળાદ ગામના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને રોડ ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કરી તાકીદે આ માર્ગ ને પહોળો અને આર.સી.સી બને તેવી માર્ગ કરી હતી અને જો તંત્ર આ અંગે કોઈ કામગીરી નહિ કરે તો આગામી સમયમાં આવનાર વિધાનસભા ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી લોકોએ રોષની સાથે મતદાન બહિષ્કારનું એલાન કર્યું છે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं