બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલ પેપળુ ગામનો ઇતિહાસ 700 વર્ષ જૂનો છે આ ગામમાં 5,000 થી પણ વધુ વસ્તી ધરાવતું ગામ છે તેમ છતાં પણ આજે પણ આ ગામમાં એક પણ સમાજનો વ્યક્તિ રહેવા માટે ધાબા વાળું ઘર બનાવી શકતો નથી શા માટે આ ગામમાં એક પણ મકાન ધાબાવાળું બનતું નથી જુઓ અમારા આ ખાસ અહેવાલમાં.
ભારતમાં ક્ષત્રીય દરબાર સમાજના લોકો ઈતિહાસ ખુબ જ ઉજળો જોવા મળે છે.. પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે.. વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઇ ગયા.. જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા.. આ અરસામાં મોગલોએ જયારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલો થી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી. રાજાની આવી સુચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરી છુપીથી રવાના થઇ જઈ ડીસા તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યા હતા.. પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમર લાયક થતા તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા.. પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઇ પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા.. અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઇ પેપળુ જતા અને ત્યાં રાત રોકી ભાઈ-બીજના દિવસે પરત ફરતા. તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા.. જે બખ્તર આજે પણ હયાત છે. અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ સાડા સાતસો વર્ષથી જાળવી રાખી છે. પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે અને ભાઈ બીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હ્ડીલા ગાય છે.. વર્ષો પહેલા તે આપણું ગામ ની સ્થાપના થઈ તે સમયનો વંશ આજે પણ પેપળુ ગામે વસવાટ કરે છે વાઘેલા પરિવારના ત્રણ ભાઈઓ પોતાના પરિવાર સાથે આજે પણ 700 વર્ષથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ ગામમાં નિભાવી રહ્યા છે.
લાખણી તાલુકાના પેપળુ ગામે આવેલ નકળંગ ભગવાનના મંદિર નો ઇતિહાસ આ ગામ સાથે જોડાયેલો છે વર્ષો પહેલા સાધુ સંતો દ્વારા નકળંગ ભગવાનના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવતી હતી તે સમયથી સાધુ સંતો દ્વારા આ ગામમાં એક પણ મકાન ધાબાવાળું ન બનાવવા માટે ગામ લોકોને જણાવવામાં આવ્યું હતું. અને જે પણ વ્યક્તિ આ ગામમાં નકળંગ ભગવાનના મંદિરથી ઉપર ધાબાવાળું મકાન બનાવશે તેના પરિવારમાં વિઘ્નો શરૂ થઈ જશે તેવો શ્રાપ આપીને ગયા હતા તે દિવસથી આજ દિન સુધી આ ગામમાં એક પણ વ્યક્તિ ધાબા વાળું મકાન બનાવતો નથી અને તમામ લોકો એક માળનું પતરાવાળું મકાન બનાવીને પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે મહત્વની વાત છે કે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ દરેક સમાજના લોકો આ ગામમાં નિભાવી રહ્યા છે જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર નળિયાવાળા જ ખર્ચ જોવા મળે છે અહીં શાળાઓ પણ નળિયા અને પતરાવાળી બનાવવામાં આવી છે અને હાલ આ શાળાઓમાં બાળકો અભ્યાસ પણ લઈ રહ્યા છે..
દરેક ગામ આજે વિકાસના પંથે આગળ વધી રહી છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા નું પેપળુ ગામ પોતાના ઇતિહાસને લઈ આજે પણ પરંપરા નિભાવી રહ્યું છે 5000 થી વધુનું વસ્તી ધરાવતું આ ગામ આજે પણ 700 વર્ષ પહેલાં સાધુ સંતો દ્વારા આપવામાં આવેલી મકાનની પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે આજે સામાન્ય રીતે કોઈપણ લગ્ન દીકરી કે દીકરાને કરવાના હોય ત્યારે તેમનો પરિવાર સામે કેવું ઘર છે અને કેવો પરિવાર છે તે જોઈને લગ્ન કરતા હોય છે જ્યારે આ ગામમાં તો એક પણ મકાન ધાબાવાળું નથી તે અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષોથી ચાલી આવતી અમારા ગામની આ પરંપરા આજુબાજુના મોટાભાગના ગામોમાં લોકો જાણે છે અને તેના કારણે જ અમારા ગામમાંથી દીકરી આપવાની હોય કે પછી દીકરીને લગ્ન કરીને લાવવાની હોય કોઈ જ મુશ્કેલી પડતી નથી વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ને લઈ લોકો પણ લગ્ન પ્રસંગે ધામધૂમ પૂર્વક જોડાઈ અને લગ્નગ્રંથિથી આ ગામના લોકો સાથે જોડાય છે. આ ગામમાં મોટો પરિવાર હોય તો પણ એક જ દિવાલ વચ્ચે મકાનો બનાવી ભાઈઓ એકબીજાને સાથ સહકાર આપે પોતાનું જીવન જીવે છે સામાન્ય રીતે આજે મોજ શોખની દુનિયામાં જીવતા લોકો કરતા આ ગામના લોકોનું જીવન એક અલગ રીતે તરી આવે છે.
સામાન્ય રીતે આજની યુવાપેઢી મોજ શોખથી પોતાનું જીવન જીવતા હોય છે આજે જે પ્રમાણે શહેરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે તે પ્રમાણે યુવા પેઢી પણ દિવસેને દિવસે પોતાના મોજ શોખ માટે લાખો રૂપિયા વેડથી નાખતા હોય છે. સામાન્ય રીતે આજની યુવા પેઢી પોતાનું સારું જીવન પસાર કરવા માટે અત્યારે સારા એવા મકાનમાં રહેતા હોય છે અને તે મકાનમાં તમામ પ્રકારની સુવિધાઓથી પોતાનું જીવન જીવતા હોય છે પરંતુ આ તમામ બાબતો વચ્ચે પેપળુ ગામની યુવા પેઢી કંઈક અલગ કરી આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરાઓને આજે પણ પેપળુ ગામના યુવાનો જાળવી રાખી છે આ ગામના યુવાનો જણાવી .રહ્યા છે કે 700 વર્ષથી અમારા ગામમાં એક પણ મકાન ધાબાવાળું બન્યું નથી તે પરંપરા આજે પણ અમે લોકોએ જાળવી રાખી છે અને આવનારા સમયમાં પણ આ પરંપરા આ ગામમાં ચાલુ રહેશે જ્યાં એક બાજુ શહેરી વિસ્તાર ના યુવાનો આજે મોજ શોખથી જીવન જીવી રહ્યા છે પરંતુ તે તમામ બાબતોથી અમારા ગામના યુવાનો પર કોઈ જ અસર પડતી નથી અને વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યુવાનોમાં પણ અકબંધ જોવા મળી રહી છે.
પેપળુ ગામ એ 5,000 ની વસ્તી ધરાવતું ગામ છે અહીં ઠાકોર રબારી વાલ્મિકી રાવળ લુહાર અને અન્ય સમાજના લોકો વસવાટ કરે છે. પરંતુ 700 વર્ષથી ગામમાં ધાબા વાળું મકાન ન બનાવવાની પરંપરા આજે પણ આ તમામ સમાજના લોકો નિભાવી રહ્યા છે વર્ષો પહેલા આ ગામમાં રબારી સમાજના બે લોકો દ્વારા આ ગામમાં ધાબા વાળું મકાન બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ ગામમાં વર્ષોથી લોકોમાં એવી શ્રદ્ધા છે કે જે પણ વ્યક્તિ આ ગામમાં ધાબાવાળું મકાન બનાવશે તેના ઘરની પરિસ્થિતિ નકળંગ ભગવાન સારી નહીં રહેવા દે. ત્યારે ધાબા વાળું મકાન બનાવતા જ રબારી સમાજના બે પરિવારોને પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ અને તાત્કાલિક ધાબુ તોડવામાં આવ્યું છે બાદ આ પરિવારની ફરીથી પરિસ્થિતિ સારી થઈ. તો બીજી બાજુ લુહાર સમાજના વ્યક્તિ દ્વારા પણ આ ગામમાં ધાબુ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ ધાબુ બનાવતાની સાથે જ તેના પરિવારમાં પણ બનાવો બનવાના શરૂ થઈ ગયા અને તાત્કાલિક તેને ધાબો બનાવેલું તોડી નાખ્યું આમ આ ગામમાં જે પણ વ્યક્તિ ધાબા વાળું મકાન બનાવવાની શરૂઆત કરે છે તેના ઘરની પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ જાય છે જેના કારણે આજે પણ આ ગામમાં એક પણ વ્યક્તિ ધાબાવાળું મકાન બનાવતો નથી.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામનો ઇતિહાસ 700 વર્ષ જૂનો છે. અને આ ગામમાં 700 વર્ષથી સાધુ સંતો દ્વારા આપવામાં આવેલું વચન આજે પણ આ ગામના લોકો નિભાવી રહ્યા છે ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાબાવાળું મકાન નહીં પરંતુ સાદા નળિયાવાળા મકાનની પરંપરા આગળ પણ યુવા પેઢી જણાવશે તેવું હાલ તો તે પેપળુ ગામના લોકો માની રહ્યા છે.,
બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ganesh Chaturthi 2022: 18 फीट लंबी सोने की मूर्ति, जानें कहां बन रही? | #Religion
Ganesh Chaturthi 2022: 18 फीट लंबी सोने की मूर्ति, जानें कहां बन रही? | #Religion...
ખંભાત પંથકમાં રાષ્ટ્રીય પક્ષી મોરની આંખ ઉપર ગાંઠ જેવી શંકાસ્પદ બિમારીથી ગ્રામજનોમાં અચરજ.
ખંભાત પંથકમાં રાષ્ટ્રીય પક્ષી મોરની આંખ ઉપર ગાંઠ જેવી શંકાસ્પદ બિમારીથી ગ્રામજનોમાં અચરજ સર્જાઈ...
ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ વક્ફ કમિટી દ્વારા ૨૮ મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 2022 |
ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ વક્ફ કમિટી દ્વારા ૨૮ મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 2022 |
चित्रगुप्त महिला प्रकोष्ठ ने वृद्धाश्रम में किया जरूरी सामानों का वितरण
चित्रगुप्त महिला प्रकोष्ठ ने वृद्धाश्रम में किया जरूरी सामानों का वितरित
बून्दी। श्री चित्रगुप्त...