દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના ગીતા મંદિર થી ડોલ અગ્યારસના અવસરે શોભાયાત્રા કાઢવામાં આવી 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 ડોલ અગ્યારસના દિવસે કૃષ્ણ ભગવાનની જળવા પૂજન કરવામાં આવ્યું હતું 

     કૃષ્ણ જન્માષ્ટમી પછી જે અગ્યારસ આવે છે તેને ડોલ અગ્યારસ અથવા જલ ઝુલની આગ્યારસ તરીકે ઓળખવામાં આવે છે કૃષ્ણ ભગવાનના જન્મના અઢારમાં દિવસે માતા યશોદા દ્વારા તેમની જળવા ( જળ પૂજન ) કરી હતી તેને કૂવા પૂજન તરીકે પણ ઓળખવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર વરસાદમાં જળાશયોનું પાણી ગંદુ થઇ જાય છે અને ડોલ અગિયારસના દિવસે ભગવાન કૃષ્ણ જળ મા વિહાર કરવા જતા પાણી ચોકખું થતું જાય છે તેથી વિવિધ મંદિરો માંથી આ દિવસે શોભાયાત્રા કાઢવામાં આવે છે.

   ડોલ અગ્યારસના દિવસે ઝાલોદ નગરના ગીતામંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, ત્યાર બાદ ગીતા મંદિરે થી ભગવાન કૃષ્ણને સજાવી નગરના માર્ગો પર થી ભજન ગાતા શોભાયાત્રા કાઢવામાં આવી હતી,શોભાયાત્રામાં મોટાં પ્રમાણમાં લોકો જોડાયા હતા શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરી તળાવ પર પહોંચી પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ સહુ પ્રસાદ લઇ છૂટા પડ્યા હતા.