ઝાલોદ વાલ્મીકિ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મૂર્તિનું રામસાગર તળાવમાં વાજતે ગાજતે વિસર્જન કરાયું 

     ઝાલોદ નગરમાં આજે આઠમા દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાંજે ૫ વાગે આરતી કરીને ગણપતિ બાપ્પાને શણગારેલા ટ્રેક્ટરમાં બેસાડ્યા હતા ત્યાર બાદ ડીજે ના ભજનના તાલે ગણપતિ બાપ્પાના રથને નગર યાત્રા કરાવવામાં આવી હતી અબીલ ગુલાલની છોળો ઉડાડતાં ગણપતિ બાપા મોરિયાના ગગન ભેદી નારા સાથે આખું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું ,ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવેલ હતા. 

   ઝાલોદ રામસાગર તળાવ પાસે પહોંચતા ત્યાં ભક્તો ડીજેના તાલે ગરબા પણ રમવામાં આવ્યા હતા, રામસાગર તળાવ પર ઘરે ઘરે ગણપતિ સ્થાપનાર લોકો પણ સાથે જોડાયેલ હતા અંદાજીત ૫૦ જેટલી મૂર્તિઓની રામસાગર તળાવ ખાતે આરતી કરવામાં આવી હતી આરતીનો લ્હાવો ઉપસ્થિત પોલિસ સ્ટાફના લોકોએ પણ લીધો હતો, ત્યાર બાદ એક એક કરી રામસાગર તળાવ ખાતે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, ગણપતિ બાપાને વિદાય આપતા અમુક ભાવિક ભક્તોના આંખોમાં આશું પણ આવી ગયા હતા છેલ્લે ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ સાથે ભક્તોએ પણ રામસાગર તળાવ ખાતેથી વિદાય લીધી હતી, આખા રસ્તા અને રામસાગર તળાવ ખાતે પોલિસ સ્ટાફની પણ ખુબજ સુંદર પ્રસંસનીય કામગીરી રહી હતી