લીંબડીની મસ્જિદમાં ઉર્દૂનું શિક્ષણ આપતો રાણપુરનો શિક્ષક સગીરાને લલચાવી ફોસલાવી મુંબઈ ભગાડી ગયો હતો. મુંબઈમાં જઈ સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. આ અંગે લીંબડી પોલીસ મથકે સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હવસખોરને આજીવન કેદની સજા ફટકારી હતી.લીંબડી શહેરની મસ્જિદમાં મુસ્લિમ સમાજના બાળકોને ઉર્દૂ ભાષાનું શિક્ષણ આપવામાં માટે રાણપુરના નૂરમહંમદ લીયાકતહુસેન સૈયદને રાખવામાં આવ્યો હતો. નૂરમહંમદ સૈયદ મસ્જિદ સિવાય લોકોના ઘરે જઈને પણ બાળકોને ઉર્દૂ શિખવતો હતો.તા.5 ઓક્ટોબર 2016ના રોજ નૂરમહંમદ 13 વર્ષ અને 4 માસની બાળકીને ફોસલાવી મુંબઈ ભગાડી ગયો હતો. મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં મકાન રાખી નૂરમહંમદે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારજનોએ નૂરમહંમદ સામે લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે લીંબડીની કોર્ટમાં કેસ ચાલી જતાં મદદનીશ સરકારી વકીલ કિરણભાઈ શાહે એવી દલીલો કરી હતી કે આરોપી પોતે 26 વર્ષનો છે જ્યારે સામે ભોગ બનનારની ઉંમર બાળકી જેવી જ છે. આટલું જ નહી પરંતુ તે બાળકીના ઘરે જઇને ધાર્મિક શિક્ષણ આપતો હતો.આ કેસમાં આરોપીને કડક સજા કરવી જઇએ તેવી દલીલો કરીને કેસને સમર્થન આપતા પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. જ્યારે સામે આરોપી પક્ષના વકીલે એવી દલીલો કરી હતી કે આરોપી લાંબા સમયથી જેલમાં છે. તેની આર્થિક સ્થિતિ નબળી છે, આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી, આ પહેલો જ ગુનો હોય તેના ઉપર રહેમ રાખીને ઓછી સજા કરવા અપીલ કરી હતી. બંને પક્ષના વકીલોની દલીલોને ધ્યાને રાખી લીંબડી એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ.કે.ચૌહાણે આરોપી નૂરમહંમદને આજીવન કેદની સજા ફટકારી હતી. ભોગ બનનારને રૂ.50 હજાર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Blue Screen Of Death: दुनियाभर के विंडोज यूजर्स परेशान, बार-बार रीस्टार्ट हो रहे कंप्यूटर
नई दिल्ली। दुनिया भर में लाखों लोग अपने काम के लिए विंडोज का उपयोग करते हैं। इनमें कई बड़ी...
पूर्वांचल की सबसे कम उम्र की सासंद बनीं प्रिया सरोज लोकसभा मछलीशहर
जनपद जौनपुर के लोकसभा मछलीशहर में,पूर्वांचल की सबसे कम उम्र की सासंद बनीं प्रिया सरोज। मालूम होकि...
"Many In NCP Who Wept After Sharad Pawar's Resignation...": Sena's Scathing Editorial
Mumbai:
The Shiv Sena (UBT) on Thursday said many Nationalist Congress Party leaders, who...
ৰঙাপৰা সমষ্টিৰ বিধায়ক কৃষ্ণ কমল তাঁতীৰ তত্ত্বাৱধানত বানপীড়িত ৰাইজক উদ্ধাৰ অভিযান চলাই আছে।
ৰঙাপৰা সমষ্টিৰ বিধায়ক কৃষ্ণ কমল তাঁতীৰ তত্ত্বাৱধানত বানপীড়িত ৰাইজক উদ্ধাৰ অভিযান চলাই আছে।