Navratri 2022: અંબાલાલની આગાહી દરમિયાન જ નવરાત્રીનો તહેવાર પણ આવી રહ્યો છે, ત્યારે જો અંબાલાલની આગાહી ખરી ઉતરશે તો ચોક્કસથી ખેલૈયાઓની મજા બગડશે

અમદાવાદ: કોરોનાના કાળા કહેર બાદ ખેલૈયાઓમાં નવરાત્રીને લઇને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાનને લઇને કરાઇ રહેલી આગાહી ખેલૈયાઓની મજા બગાડી શકે છે. લગભગ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન નવરાત્રીનો તહેવાર ઉજવાશે. હવે હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી અનુસાર, 6થી 8માં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે. 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. 27થી 5 ઓક્ટોબર દરમિયાન નાના-નાના ચક્રવાતો બનશે. અંબાલાલની આગાહી દરમિયાન જ નવરાત્રીનો તહેવાર પણ આવી રહ્યો છે, ત્યારે જો અંબાલાલની આગાહી ખરી ઉતરશે તો ચોક્કસથી ખેલૈયાઓની મજા બગડશે.

રાજ્ય પર વધુ એક ખતરો મંડરાઇ રહ્યો છે. વાવાઝોડાના ત્રિપલ એટેકનો ખતરો મંડરાઇ રહ્યો છે. જો અંબાલાલ પટેલની આ આગાહી સાચી પડશે તો રાજ્યમાં ચક્રવાતની આફત પણ આવશે. આ આફત બંગાળની ખાડીમાંથી આવશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળી ખાડીમાંથી આ આફત આવશે. જેનાથી વાવોઝાડાના ત્રિપલ એટેકના ખતરાની સંભાવના છે. વારંવાર ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોના ત્રિપલ એટેકનું અનુમાન લગાવ્યું છે. આ વાવાઝોડાને લીધે ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડશે.