ડીસા ધુળયાકોટ ની ગણપતિ વિસર્જન અંતગર્ત ભવ્ય શોભાયાત્રા નીકળી બનાસ નદીમાં ગણપતિ બાપ્પાની મુર્તી નું કરાયું વિસર્જન...

સમગ્ર ગુજરાતમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે અગયારસ ના દિવસે ઠેરઠેર ગણપતિ વિસર્જન અંતગર્ત ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ડીસા ધુળયાકોટ વિસ્તારમાં સાત દિવસ ગણપતિ મહોત્સવની ઉજવણી કરાયાં બાદ આજે ગણપતિ બાપ્પાની મુર્તી નું વિસર્જન અંતગર્ત ભવ્ય શોભાયાત્રા ડીસાના રાજમાર્ગો પર નીકળી હતી જેમાં ડી જે ના તાલે ગણપતિ બાપ્પાના ભક્તો ભક્તિમાં લીન થયાં હતાં જ્યારે આમ તો દર વર્ષે ગણપતિ બાપ્પાની મુર્તી વિસર્જન માટે બાલારામ કે વિશ્વવર જવું પડતું હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ખુબજ સારો વરસાદ પડતાં દાંતીવાડા ડેમની સપાટી વધી જતાં દાંતીવાડા ડેમમાં થી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેણા લીધે આ વખતે ડીસા શહેરમાંથી દરેક વિસ્તારોમાંથી ગણપતિ બાપ્પાની મુર્તી નું વિસર્જન ડીસા બનાસ નદીમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે ડીસા ધુળયાકોટ થી નીકળેલ ગણપતિ બાપ્પાની મુર્તીની ભવ્ય શોભાયાત્રા ડીસા બનાસ નદીમાં પહોંચી હતી જ્યાં ઉપસ્થિત તમામ ગણપતિ બાપ્પાના ભક્તજનો દ્વારા બનાસ નદીમાં ગણપતિ બાપ્પાની મુર્તી નું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે અગલ બરસ જલ્દી આના ના ગીત સાથે વાજતેગાજતે ગણપતિ બાપ્પાની મુર્તી નું વિસર્જન કરવામાં આવ્યું હતું..