કોડીનાર તાલુકાના પણાદર ગામના ફૌજીએ 19 વર્ષની સેનાની કારકિર્દીમાં અવારનવાર શોર્ય દાખવ્યા બાદ તાજેતરમાં સેવામુકત થઈને માદરે વતનમાં આવ્યા હતા. ત્યારે ફૌજી ગામમાં પહોંચે એ પહેલા ગ્રામજનોએ 8 કિલોમીટર દુરથી બાઈક રેલી સાથે ફોજીનું સામૈયું કરીને ભવ્ય સ્વાગત સાથે ગામમાં પ્રવેશ કરાવ્યો હતો.

સોરઠની ભૂમિ વીરતા અને વીરોની ભૂમિ છે. આ ભૂમિના અનેક લોકો ભારતીય સૈન્યમાં જોડાઈને દેશની સરહદોની રક્ષા કરી રહ્યાં છે. ત્યારે આવા જ એક ગીરસોમનાથ જિલ્લાના પણાદર ગામના વતની એવા જાંબાજ સૈનિક વિજયભાઈ ઝણકાટે અનેકવાર બહાદુરી દર્શાવી છે. તમેની સાથે અવારનવાર આંતકીઓ સાથે બાથ ભીડવાની ઘટનાઓ બની છે. ત્યારે તેમણે સોરઠી ભૂમિના શૌર્યને ઝળકાવ્યું હતુ. ફૌજી વિજયભાઈ 19 વર્ષની ઉંમરથી જ સેનામાં ફરજ બજાવી રહ્યાં હતાં. અને હવે નિવૃત થતા વતન ગામમાં પહોંચ્યા હતા.