વર્ષ 2007થી વિશ્વની લુપ્ત થતી પ્રજાતિઓની યાદીમાં ‘રિમ રોક ક્રાઉન્ડ સ્નેક’ નામનો સાપ હાલ અમેરિકાના ફ્લોરિડામાં મળી આવ્યો હતો. નવાઈની વાત એ છે કે, તે વિચિત્ર હાલતમાં મૃત મળી આવ્યો હતો. તેણે એક કાનખજુરાને મોઢા માં દબાવી રાખ્યો હતો, જેને ખાતા સમયે સાંપ નું ગૂંગળાઈ જવાથી મોત થયું હતું. જેનો ઉલ્લેખ અભ્યાસ ઇકોલોજી જર્નલમાં પ્રકાશિત થયો છે.રિમ રોક ક્રાઉન્ડ સ્નેક એટલો દુર્લભ છે કે, તે છેલ્લે વર્ષ 2018 જોવા મળ્યો હતો. હવે તેને ફ્લોરિડાના જ્હોન પેનેકેમ્પ કોરલ રીફ સ્ટેટ પાર્કમાં જોવામાં આવ્યો છે. અહીં ફરવા આવેલા એક મુલાકાતીને આ સાપની ખબર પડી. જ્યારે તે નજીક ગયો ત્યારે તેણે જોયું કે, સાપના મોંઢા માં એક કાનખજુરો દબાયેલો હતો, અને બંને જીવો મૃત્યુ પામ્યા હતા. સાપે કાનખજૂરાને માથાના ભાગેથી ગળી જવાનો પ્રયાસ કર્યો હતો. કાનખજુરો કેરેબિયન વિશાળ સેન્ટિપેડ પ્રજાતિનો હતો.