આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ દશા નિમા વણીક સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વણિક સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું રામજી મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત રામજી મંદિરે આવી હતી. રામજી મંદિરે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.