શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે.શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવાય છે.જે અંતર્ગત કઠલાલ શહેર અને તાલુકા ની શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ, શેઠ એમ આર હાઇસ્કુલ, સરસ્વતી વિદ્યા મંદિર, સહિતની શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોના રમત ગમત ના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ શિક્ષક દિન ની ભવ્ય ઉજવણી કરાઈ.શાળા ના જુદા જુદા કલાસ ના વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બન્યા હતા.અને જેતે ધોરણના અભ્યાસ વર્ગને આગળ ધપાવ્યો હતો.

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि

શિક્ષક બનેલા વિધાર્થીઓને પ્રોત્સાહન આપવા બિપિનભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ,મિતેષભાઈ શાહ નગરપાલિકા સભ્ય,પરેશ પટેલ ભાજપ સંગઠન ઉપપ્રમુખ,રાજેશ દવે,ટ્રસ્ટી બંકીમભાઈ પટેલ અને સતીષભાઈ પાટીલ તેમજ શાળા ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અને સમગ્ર કઠલાલ પંથકમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.