રાજકોટ જિલ્લાના શાપર નજીક આવેલ પારડી ગામે શ્રી હરિ સોસાયટીમાં એક સીએનજી રીક્ષામાંથી શાપર પોલીસે દારુની 33 બોટલ ઝડપી લઇ બે શખ્સોને દબોચી ગુનો દાખલ કર્યો હતો.પોલીસે કુલ ચાર આરોપી સામે ગુનો નોંધ્યો છે. આ ચારેય આરોપી પારડીની શ્રી હરિ સોસાયટીમાં, શીતળા માના મંદિર વિસ્તારમાં રહે છે. પોલીસે હાલ ઝડપેલા મેહુલ નાગરભાઇ મકવાણા (ઉ.વ.29) અને બલદેવ ઉર્ફે માસ્તર જગદીશ મકવાણા (ઉ.વ.30)એ પુછપરછમાં કબૂલાત આપી હતી કે, પોતે બન્ને અને તેના જ વિસ્તારમાં રહેતો મહેન્દ્ર મીઠાભાઈ ડાભી એમ ત્રણેયે ભાગીદારીમાં દારુ મંગાવ્યો હતો.જેમાંથી 12 બોટલ દારૂ અહીં જ રહેતા દિલીપ મેઘાભાઈ ચુડાસમાને આપવાનો હતો. દારુ લઇ મેહુલની જીજે 03 બીયુ 6635માં સ્પીકરની પેટીમાં છુપાવી દીધો હતો. દિલીપને આપવાની થતી 12 બોટલ સિવાયની બોટલો છુટક વેચવા પ્લાન કર્યો હતો. હાલ બન્ને આરોપીઓને અટકમાં લઇ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. હાલ પોલીસે દારુની બોટલો, રીક્ષા, એક મોબાઈલ મળી કુલ રૂા. 67000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं