ગોંડલના વોરાકોટડા રોડ પર તું મારી પત્નીને બોવ હેરાન કરસ કહી યુવક પર ઉમંગ નામના શખ્સે છરીથી હુમલો કાર્યની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વધુમાં, ફરિયાદી જુબેદાબેન હારૂનભાઇ જુણેજા (ઉ.વ.40) (રહે.ગોંડલ) જણાવ્યું હતું કે, હું મારા બાળકો સાથે રહી છુટક મજુરી કામ કરી મારૂ ગુજરાન ચલાવુ છું. ગઇ તા.10ના સાંજના હું મારા પરિવાર સાથે ઘરે હતી ત્યારે મારા પુત્ર સમીરે મને કહેલ કે હું ગામમાં ચા પીવા જાવ છું, કહિ ઘરેથી નીકળ્યા બાદ પાછો ઘરે આવતાં તેના ગળામાંથી લોહી નીતરતી હાલતમાં આવ્યો હોય

જેને સારવારમાં ગોંડલ અને બાદમાં રાજકોટ સિવિલે ખસેડાયો હતો. બનાવ અંગે સમીરે જણાવ્યું હતું કે, મારે ગોંડલમાં રહેતાં ઉમંગની પત્ની સાથે પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખી ઉમંગે મારી સાથે બાઇકમાં બેસી જા કહી સબ જેલની પાછળ આવેલ રોયલ પાર્કના ગેટ પાસે લઈ ગયેલ હતો. ત્યારબાદ હું ત્યાં ઉભો હતો ત્યારે પાછળથી ઉમંગે મારા પર કટરથી ગાળાના ભાગે હુમલો કરી તું મારી પત્નીને બોવ હેરાન કરસ તેમ કહેવા લાગ્યો હતો, અને આજે તું બચી ગયો છો બીજી વાર જાનથી મારી નાખીશ કહી નાસી છૂટ્યો હતો.બનાવ અંગેની ફરિયાદ પરથી ગોંડલ સીટી પોલીસ મથકના આર ટી પરમાર અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.