શ્રી સરકારી હાઈસ્કૂલ, ખોંભડી મધ્યે શિક્ષકદિન ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ...

શાળાના વિદ્યાર્થીઓ એ આચાર્યથી લઈ સેવક-સેવીકાની ઉત્તમ ભૂમિકા રજૂ કરવાનો એક સુવર્ણ અવસર ઝીલી લીધો હતો.પોતાની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણાવવાનો એક અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.શાળાના આચાર્ય શ્રી ડો.શૈલેષભાઇ યોગીએ ભાગ લીધેલ દરેક જીવનમાં શિક્ષક બની આ સમાજ અને રાષ્ટ્રનો ઉદ્ધાર કરો તેવા શુભાષિશ પાઠવ્યા હતા.દિવસના શિક્ષણકાર્યને અંતે આ દિનના શિક્ષકોએ ઝડપ અને ચોક્સાઇ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિજેતાઓને આચાર્ય કુ.ભક્તિબેન શર્માએ અભિનંદન પાઠવ્યા હતા તથા જીવનમાં શિસ્ત, ક્ષમા અને કરુણાના ઉપાસક ગુરુને દેશના ઉત્તમ નાગરિકોના ઘડતરમાં મોટું યોગદાન છે તેમ જણાવી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું શિક્ષણમાં યોગદાન તેનાથી વાકેફ કર્યા હતા તેમજ આ દિવસને યાદગાર બનાવવા શાળાના શિક્ષકશ્રી ગણેશભાઈ ભોયા તેમજ ભાવીનીબેન વાઘેલાએ વિશેષ જહેમત ઉઠાવી હતી.