ધી.સંતરામપુર કો.ઓ.બેન્ક લી. ની મેનેજીંગ કમિટીની ચૂંટણી તારીખ ૦૩/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરાના સભાસદોનુ મતદાન ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈ.સ્કૂલ ખાતે યોજાઈ હતી. અને તારીખ ૪/૦૯/૨૦૨૨ ના રોજ સંતરામપુર અને માલવણ ના સભાસદોની ચુંટણી સંતરામપુર તથા માલવણ ખાતે યોજાઈ હતી જેમાં ૭૫૨૩ સભાસદ માંથી ૨૮૬૫ સભાસદોએ મતદાન કર્યું હતું. સંતરામપુર શાખાનું ૧૯૯૦ નું મતદાન થયું હતું. જ્યારે માલવણ ખાતે ૨૭૭ અને ફતેપુરા ખાતે ૫૯૮નું મતદાન થયુ હતું. કુલ ૧૧ સભ્યો માટે સામાન્ય વિભાગમાં ૭ સભ્યો માટે ૯ ઉમેદવારો, ખેડૂત વિભાગ૧ સભ્ય માટે ૩ ઉમેદવારો, મહિલા વિભાગમાં ૨ સભ્યો માટે થી ૪ ઉમેદવારો, અને એસસી એસટી વિભાગમાં ૧ સભ્ય માટે ૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેની મત ગણતરી ૫/૯/૨૨ ને સોમવારે સંતરામપુર અર્બન બેંકની હેડ ઓફીસમાં હાથ ધરવામાં આવી હતી. ધી સંતરામપુર અર્બન કો ઓ બેંક લી ની ચુંટણીનુ આખરી પરીણામ નીચે જણાવ્યા મુજબ રહ્યુ છે. ખેડુત વિભાગની ૧ બેઠક માટે નરેન્દ્રભાઈ કાનજીભાઇ પટેલ વિજેતા થયા છે. એસસી એસટી વિભાગની ૧ બેઠક માટે શિવાભાઇ વણકર વિજેતા જાહેર થયા છે.મહિલા વિભાગની ૨ બેઠકો માટે પ્રિયંકાબેન શાહ તથા વૈશાલીબેન દિવ્યકાંત પંડ્યા વિજેતા જાહેર થયા છે. સામાન્ય વિભાગની ૭ બેઠકો માટે જીતેન્દ્ર નટવરલાલ મહેતા, અમરીશકુમાર રતિલાલ પંચાલ, દિલીપકુમાર બદામીલાલ શાહ, શરદકુમાર વાસુદેવ ઉપાધ્યાય, સંતોષકુમાર ગજેન્દ્રપ્રસાદ જોશી, બીપીનકુમાર વ્રજલાલ દરજી, બદામીલાલ જીવાભાઈ ચૌહાણ વિજેતા જાહેર થયા છે. વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માન્યો છે, તથા મતદારોએ જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે. હવે આ વિજેતા ૧૧ માંથી અગામી દિવસોમાં કોઈ ૧ ચેરમેન બનશે, હવે આવનાર દિવસોમાં કોણ ચેરમેન બને તે જોવાનુ રહ્યુ.