માલધારી ની દીકરીઓ, પશુવાડા અને પાસા ની અપાતી ધમકીઓ બાબતે ઉઠાવ્યો અવાજ
પ્રશ્નો નુ નિરાકરણ ના આવે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો કરાયો હુંકાર
સમગ્ર ગુજરાત મા છેલ્લા ઘણા સમય થી રખડતા પશુઓ અને માલધારી પરના વિવાદો પર અનેક સમાચારો જોવા મળ્યા છે. મહાનગરો, નાના શહેરો અને ગામડા મા રખડતા ઢોર બાબતે સરકારે પણ લાલ આંખ કરી છે. ત્યારે માલધારી સમાજ પર અવાર નવાર અન્યાય અને અત્યાચાર બાબતે માલધારી ગોપાલક સેના દ્વારા વડિયા મામલતદાર ને આજે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ આવેદનપત્ર મા જણાવ્યા અનુસાર માલધારી સમાજ પર સરકારી તંત્ર દ્વારા ગેરકાયદેસર અત્યાચાર કરવામાં આવે છે જેમા સુરત મા ઢોર પકડ પાર્ટી દ્વારા ઘર આંગણે બાંધેલા માલધારીઓના પશુઓને એસઆરપી ને સાથે રાખીને પશુ ડબ્બા મા ભરવા, મહિલા પોલીસ વગર પુરુષ પોલીસ દ્વારા માલધારીની દીકરીઓ પર બળ પ્રયોગ કરી તેની અટકાયત કરવી, માલધારીઓને પશુઓની વૈકલ્પિક વ્યવસ્થા માટે સમય ના આપવો, 25વર્ષથી કબ્જો ભોગવટા વાળા પશુ વાડા તોડી પાડવા, પોલીસ દ્વારા ખોટા કેસ કરી પાસા મા ધકેલવાની ધમકીઓ આપવી,2017થી ગીર બરડા વિસ્તાર ના માલધારીને દેશના રાષ્ટ્રપતિશ્રી દ્વારા અપાયેલા અનુસૂચિત જાતિ ના દરજ્જા ના પ્રમાણ પત્ર આપવાનું બંધ કરવુ જેવી બાબતો અંગે અન્યાય થાય છેતેવુ જણાવી ઉપર મુજબ ના અન્યાય બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને તેના પ્રશ્નોનુ નિરાકરણ લાવવા જણાવાયું છે. ચૂંટણી પહેલા આ નિરાકરણ નહિ આવેતો સમગ્ર માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તેવી ચીમકી પણ ઉંચારવામાં આવી છે.ત્યારે ગોપાલક માલધારી સેના દ્વારા રાજ્યના મુખ્યમંત્રી,પશુપાલન મંત્રી, ગૃહમંત્રી, જિલ્લા કલેક્ટર, મામલતદાર અને ટીડીઓ ને સંબોધી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.આ આવેદનપત્ર પત્ર આપવા માટે માલધારી સેનાના અરવિંદભાઈ ભરવાડ, મયુર સાનિયા, જગાભાઈ ભરવાડ સહીત ના રાજકીય સામાજિક આગેવાનો સાથે માલધારી યુવાનો અને વડીલો જોડાયા હતા.આ આવેદનપત્ર થી આવનારા સમય મા સરકાર કેવા પગલાં અને નિર્ણયો લે છે તેતો આવનારો સમય જ બતાવશે. આ
રીપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી