સમસ્ત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષા ના ઉપાધ્યક્ષા અને પાટણ જિલ્લા મહિલા મહિલા મોરચા મંત્રી તથા શંખેશ્વર કોલેજના સંસ્કૃત અધ્યાપિકા ડૉ કુંજલ ત્રિવેદી જી દ્વારા શંખેશ્વર ખાતે શિવાલયમાં ભજપની 182 વિધાનસભા માં જંગી બહુમતી થી વિજયી પ્રાપ્ત થાય તેવા શુભ આશય થી સ્વાખર્ચે રાજ્યાભિષેક અને લઘુ રુદ્ર કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ભજપના પાટણ જિલ્લા માં મહિલા મોરચાના મંત્રી ની જવાબદારી સાંભળતા શિક્ષિત અને સક્રિય કાર્યકર્તા એવા ડૉ. કુંજલ ત્રિવેદી જી દ્વારા ચુંટણી નો પ્રચાર પ્રસાર હવે અંતિમતબક્કા માં અને ગણતરી ની કલાલો માં જય રહ્યો છે ત્યારે શંખેશ્વરના સ્થાનિક મહાદેવ જી ના મંદિર માં ખૂબ ભવ્ય રાજ્યાભિષેક સોડશોપચાર પૂજા ની સાથે સાથે લઘુ રુદ્ર નું ખૂબ ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું. આ આયોજન નો મુખ્ય હેતુ રાષ્ટ્ર હિતમાં આગામી દિવસો માં ભાજપા ની સરકાર બને અને વિકાસ લક્ષી કામો ને વેગ મળે તે માટે ભજપના 182 ઉમેદવારો જંગી બહુમતી થી જીતે તેવા ઉમદા વિચાર થી અઆયોજન કરવામાં આવ્યુ હતુ. ડૉ કુંજલ ત્રિવેદી પાટણ જિલ્લા માં મહિલા મોરચા માં મંત્રી ની ખૂબ શ્રેષ્ઠ અને ઉચ્ચ જવાબદારી નિભાવી રહ્યા છે બહેન શ્રી પોતે રાજકોટ ના વતની છે અને તેમ છતાં તેઓ તેમની જે જવાબદારી તેમને સંગઠન દ્વારા સોંપવામાં આવી છે તે ખૂબ નિષ્ઠાથી અને નિઃ સ્વાર્થ કરી રહ્યા છે. ડૉ કુંજલ શંખેશ્વર કોલેજના સંસ્કૃત જેવા ખૂબ ઉચ્ચ કક્ષાના વિષયના વિદુષી છે અને શિક્ષણ ક્ષેત્ર માં તેમનેઓ ખૂબ જ્ઞાન પૂર્ણ અનુભવ રહ્યો છે અનેક એવોર્ડ મેળવેલ સામાજિક સંસ્થાઓ માં ઉચ્ચ પદ ને શોભાવનાર આવા શિક્ષિત અને જાગૃત મતદાતા ડૉ બહેન શ્રી કુંજલ ત્રિવેદી જી
જાણે મેદાનમાં મેડમ જી નું જ પુર જોશમાં ચૂંટણી લક્ષી જોરદાર જંજાવતી કામ કરી રહ્યા છે. તા 1/12/2022 ના તેઓ એ રાજકોટ ખાતે તેમના વોર્ડ માં મતદાન કરી મતદાતા તરીકે નું શ્રેષ્ઠ ઉદાહરણ પણ આપ્યું હતું. આવા શ્રેષ્ઠ નાગરિક તરીકે ની ફરજ નિભાવે છે ત્યારે તેમનું માનવું છે કે દવા અને દુવા ની જેમ દેવોના દેવ આરાધ્ય અને તેમના ઇષ્ટ દેવ મહાદેવ ના ચરણો માં ઇચ્છિત ફળ પ્રાપ્તિ માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે કેમ કે બ્રહ્મ સમાજ સહુ સમાજ નવા સાથે લઈને ચાલનારો સમાજ છે ત્યારે 182 ના તમામ ઉમેદવારો તેમજ ખાસ કરીને બ્રહ્મ સમાજના જે ચૂંટણી લડી રહ્યા છે તે સમાજના તમામ ભાઈ ઓ અને બહેન શ્રી ને માટે તેમજ 17 ચાણસ્મા
વિધાન સભાના ઉમેદવાર લોક લાડીલા દિલીપ ઠાકોર જી ને જંગી બહુમતી થી જીતાડવા વેદોક્ત શાસ્ત્રોક્ત અનુસાર विजयी भव: ના આશીર્વાદ પ્રાપ્ત થાય તે હેતુ અને સંકલ્પ સિદ્ધિ માટે બહેન શ્રી ડૉ. કુંજલ ત્રિવેદી જી દ્વારા તેમના સ્વાખર્ચે શંખેશ્વર ના શિવાલય માં ભવ્યમહાદેવ નો રાજ્યાભિષેક અને લઘુ રુદ્ર સોડોપચાર પૂજન રાખવાં આવ્યું હતું .આ ભવ્ય પૂજામાં ગ્રામ જનો અને ભાજપ ના સમર્થક લોકોએ હાજરી આપી મહાદેવનો અભિષેક કરવા જોડાયા હતા. આ કાર્યક્રમ ની વિગત આપતા શ્રીડૉ. કુંજલ બહેનએ વધુ માં જણાવ્યું હતું .કે હું એક સંસ્કૃત પ્રોફેસોર છું અને બ્રાહ્મણ પરિવાર માંથી આવું છું વેદોક્ત પૂજા કરવી અને કરવી એ અમારા પુરોહિત નો બ્રહ્મણ નો ધર્મ છે. મહાદેવ ની પૂજા કરવી એ મારા લોહી માં રોમે રોમ માં વહે છે આ નાતે મારુ કર્તવ્ય છે કે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં રાજા જ્યારે યુદ્ધ કરવા જતાં ત્યારે બ્રહ્મણ પુરોહિતો મંત્ર જાપ અનેઅભિષેક દ્વારા રાજા ના વિજય ની પ્રાર્થના કરવામાં આવતી હતી અને રાજાને એજ પૂજા માં મુકેલી રક્ષા બાંધવામાં આવતી જેથી રાજા વિજયી બને..આજે મેં પણ આ એક બ્રહ્મ કન્યાના નાતે આ પ્રાચીન પરંપરા અનુસાર એ જ વિધિ વિધાન સાથે આજે ભવ્ય પૂજા નું આયોજન કરી માત્ર નિ:સ્વાર્થ રીતે આ પૂજન કરવાનું મને પરમ પુણ્ય શાલીસૌભાગ્ય પ્રાપ્ત થયું . વધુમાં બહેન શ્રી એ જણાવ્યું હતું કે આજની આ પૂજા અને રાજ્યાભિષેક જાપ વિધિ અને લઘુ રુદ્ર સે બપોરે અમૃત ચોઘડિયા માં 4.30 એ શરૂ કરવામાં આવ્યો હતો અને સાંજે 7.30 એ એટલે કે સતત 3.કલાક થી વધુ ચાલ્યો હતો અને અંતમાં મહાદેવ ની સંધ્યા આરતી કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ અતિ ઉત્તમ લાભ બહેન શ્રી ને મળિયો હતો. આ વિજયી ઉત્સવ પૂજા તમામ 182 ભાજપના ઉમેદવારો તેમના કમળ જંગી બહુમતી થી ભાજપ ના વોટ જીતી ને કમળ ગાંધીનગર પહોંચાડી ને મોદીજી ને અર્પણ કરે તેવી મહાદેવ ના ચરણો માં પ્રાર્થના મૂકી હતી. આ ભવ્ય પૂજા ના આયોજનમાં મારી સાથે જગદીશ પાઠક પુરોહિત શિવાય ના પૂજારી જી .અન્ય મારા કોલેજ ના સ્ટાફ મિત્રો. ભાજપા ના સમર્થકો ને અન્ય મહીલા બહેન વડીલો અને શિવ ભક્તો જોડાયા હતા.અને અંતમાં ઉપસ્થિત સહુના અને શિવાયના પૂજારી અને વિધિકાર પંડિતજી ના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા સહુ ગ્રામ જનો એ અને શિવ ભક્તો એ સાથે મળી આજનો મારો આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આ તકે હું ઉપસ્થિત સહુનો આભાર માનું છું. વંદેમાતરમ. ભારત માતાકી જય.હર હર મહાદેવ જય પરશુરામ.