વડિયા કુંકાવાવ મા લોકશાહી પર્વ ની લોક જાગૃતિ માટે ઈવીએમ અને વીવી પેટ નુ ગણેશ પંડાલ મા કરાયું નિદર્શન
મતદાર યાદી સુધારણા અને નવા મતદારો નોંધવા માટે કાર્યક્રમ બાબતે પણ કરાયો પ્રચાર
વડિયા અને કુંકાવાવ મા મામલતદાર ખોડભાયા એ યોજ્યો કાર્યક્રમ
વડિયા
ભારત જેવા લોકશાહી દેશમાં ચૂંટણી એ મહત્વ નુ પાસુ ગણવામાં આવે છે. ત્યારે આવનારી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી ને ધ્યાને લઈ તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી લોકજાગૃતિ ના કાર્યક્રમ થતા જોવા મળી રહ્યા છે. જેમાસમગ્ર દેશમાં હાલ ગણેશ ઉત્સવ નો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ધર્મની સાથે લોકશાહી જાગૃતિ લાવવા માટે વડિયા કુંકાવાવ મા મામલતદાર ખોડભાયા, નાયબ મામલતદાર રાહુલ જોશી દ્વારા સ્થાનિક સ્ટાફ અને બીએલઓ ને સાથે રાખી ને મતદાર સુધારણા અભિયાન અંતર્ગત નવા મતદાર ણા નામની નોંધણી કરાવવા અને લોકશાહી દેશમાં પોતાના મત નુ યોગદાન આપવા માટે યુવાનોને ગણેશ પંડાલ થી આહવાન કરાયું હતુ.આ ઉપરાંત વડિયા અને કુંકાવાવ ણા ગણેશ પંડાલ ખાતે ઈવીએમ અને વિવિપેટ નુ નિદર્શન આપી ચૂંટણી અને મતદાન બાબતે લોક જાગૃતિ લાવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બંને જગ્યાએ ગણેશજી ણા દર્શનાર્થે આવતા લોકોએ ઈવીએમ અને વિવિપેટ મા મતદાન પ્રેક્ટિકલ કરી માર્ગદર્શન મેળવ્યું હતુ. ચૂંટણી મા મતદાન વધે અને લોકો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરે તે માટે આ કાર્યક્રમ મામલતદાર નારણભાઇ ખોડભાઈના માર્ગદર્શન થી યોજાયો હતો.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી