વડિયા ભાજપ દ્વારા ટિફિન મિટિંગ સાથે મન કી બાત કાર્યક્રમ યોજાયો
વડિયા વિસ્તાર ના કાર્યકર્તાઓ એ સુરવો ડેમ કાંઠે ટિફિન ભોજન લીધું
તમામ કાર્યકર્તાઓ એ વડાપ્રધાન નો માન કી બાત કાર્યક્રમસાથે મળી સાંભળ્યો
સમગ્ર દેશમાં રાજકીય પાર્ટીઓમાં ભાજપ નુ સંગઠન મજબૂત માનવામા આવે છે. તેના મૂળ મા સંગઠન ને મજબૂત કરવાનાં અવનવા કાર્યક્રમ છે. હાલ વડિયા વિસ્તાર ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ ની સૂચના થી તાલુકા ભાજપ ના સંકલન થી વડિયા ના સુરવો ડેમ સાઈટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના મન કી બાત કાર્યક્રમ ને સાંભળવા અને સ્થાનિક સંગઠન ને મજબૂત કરવા ટિફિન લઈ ટિફિન મિટિંગ યોજી હતી જેમા આવનારી ચૂંટણી માટે સંગઠન ને બુથ સુધી મજબૂત કરવા કાવાયત હાથ ધરાઈ હતી. સાથે પ્રધાનમંત્રી ના મન કી બાત કાર્યક્રમ ને પણ સાથે મળી સાંભળ્યો હતો. અને સૌ કાર્યકર્તા એક પરિવાર ના સભ્ય હોય સુરવો નદી કિનારે ડેમ સાઈટ પર ટિફિન માંથી સાથે બેસી ભોજન લીધું હતુ. અન્ન ભેગા એના મન ભેગા વાત સાર્થક કરી આવનારી ચૂંટણી માટે કામગીરી નો પ્રારંભ કર્યો હતો. આ ટિફિન મિટિંગ મા તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મર, જિલ્લા યુવા ભાજપ કારોબારી તુષાર વેગડ,જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જલ્પેશ મોવલિયા, તાલૂકા પંચાયત ઉપ પ્રમુખ જયસુખ ભુવા,કારોબારી ચેરમેન પ્રાગજી વસાણી, તુષાર ગણાત્રા, અશ્વિન મહેતા સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી