ઝાલોદ તાલુકાના માડલીખુટા પ્રાથમિક શાળા સહિત તાલુકામાં તમામ શાળાઓમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

આજે તારીખ 5 સપ્ટેમ્બર 2022 આજે સમગ્ર ભારત દેશમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિતે શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે 5મી સપ્ટેમ્બરે, સમગ્ર દેશમાં શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિન ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ફક્ત શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખાસ છે. શિક્ષક દિન નિમિત્તે દેશભરની શાળાઓ અને કોલેજોમાં શિક્ષકોના સન્માનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એક તરફ, ભારતમાં 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે સમગ્ર વિશ્વમાં 5મી ઓક્ટોબરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.