ધાતરવડી –૨ જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામોના લોકોને
નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સહ સૂચના
અમરેલી, તા.૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ (રવિવાર) તા.૦૪ સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ ૧૨-૦૦ કલાકે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસેની ધાતરવડી નદી ઉપર આવેલા ધાતરવડી–૨ સિંચાઈ યોજનામાં ડીઝાઇન સ્ટોરેજના છ ટકા કરતા વધુ સપાટી ભરાઈ ગઈ છે. આ ઉપરાંત હાલ આ જળાશયમાં પાણીની આવક શરુ હોય, ધાતરવડી –૨ જળાશયની નીચવાસના ગામોના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સહ સૂચના આપવામાં આવે છે. રાજુલા તાલુકાના (૧) ખાખબાઈ , ( ૨ ) હીઁડોરણા , ( ૩ ) છતડીયા , ( ૪ ) વડ , ( ૫ ) ભાચાદર , ( ૬ ) ધારાનો નેસ , ( ૭ ) ઉચૈયા , ( ૮ ) રામપરા –૨ , ( ૯ ) કોવાયા, જાફરાબાદ તાલુકાના (૧૦) લોઠપુરનો સમાવેશ થાય છે.