જે રીતે કોરોનાકાળમાં માનવ લાશોના ઢગલા થયા હતા બસ તેજ રીતે હાલમાં સૌરાષ્ટ્રમાં ગાયોના મોટી સંખ્યામાં ટપોટપ મોત થઈ રહયા છે તંત્ર મોટી મોટી ગુલબાંગો અને રસી કરણ ના દાવા અહીં પોકળ સાબિત થઈ રહયા છે અને મોટી સંખ્યામાં ગાયો મોતને ભેટી રહી હોવાના વાસ્તવિક અહેવાલો સામે આવ્યા છે.
જામનગરના કાલાવડ શહેરમાં લમ્પી વાયરસથી મોટી સંખ્યામાં ગાયોના મોત થયા છે અહીં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કાલાવડમાં ઠેરઠેર મૃત ગાયોના ઢગલા જોવા મળી રહ્યા છે પરિણામે અરેરાટી સાથે દુર્ગંધ ફેલાતા આસપાસ વિસ્તારના રહિશોમાં ખુબજ દુઃખની લાગણી ફેલાઈ છે.
રાજ્યના અનેક જિલ્લામાં હાલ પશુઓમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. વાયરસથી અનેક પશુઓના મોત પણ થયા છે. ત્યારે કાલાવડ શહેરમાં પણ લમ્પી વાયરસથી અનેક ગાયોના મોત થયા હતા. જોકે, આ ગાયોની દફનવિધિ કરવામાં ન આવતા લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે. બે ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં ગાયોની લાશોના ઢગલા એમ જ ત્યા પડ્યા છે. જેથી દુર્ગંધ ફેલાતા આસપાસના રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હાલ લમ્પી વાઈરસે હાહાકાર મચાવ્યો છે જેમાં ગાયને માખી, મચ્છર કરડવાથી લમ્પી વાયરસમાં સપડાય છે જેમાં સૌ પ્રથમ ગાયને તાવ આવવો, ચામડીમાં ગાંઠો થવી, પગમાં સોજા થાય, નાકમાંથી પાણી અને અને વધારે ઇન્ફેક્શન લાગ્યું હોય તો લોહી પણ નીકળે છે. તદઉપરાંત ગાય બીમાર થતાં ખોરાક ઘટી જાય છે અને સારવારના અભાવે મોતને ભેટે છે.
સરકાર અને તંત્રવાહકો એ કાલાવડમાં જાત તપાસ કરી પગલાં ભરવા માંગ ઉઠવા પામી છે જ્યાં સબ સ્લામતના દાવા નિષ્ફળ લાગતા નજરે પડશે.
અને વાસ્તવિકતા કઈક અલગજ છે.