બારડોલી નગરમાં તસ્કરોએ એડી.ડિસ્ટ્રિક્ટ જ્જના બંધ ઘરને નિશાન બનાવી રોકડા રુપિયા 1.20 લાખ અને સોનાના દાગીના મળી કુલ 1.27 લાખની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.

બારડોલીના શ્રીપતિવિલા સોસાયટીમાં રહેતા અને મુળ મોડાસાના નિરંજન મુકુંદરાય વ્યાસ એડિશનલ જજ તરીકે નિવૃત થયા બાદ હાલ સુરતના ટોરેન્ટ પાવર પ્રા.લિ.માં ચેરપરસન તરીકે ફરજ બજાવે છે જેઓને અમદાવાદ ટોરેન્ટ પાવર પ્રા.લી.માં CGRFમાં પણ ચેર પરસન તરીકેનો વધારાનો એડીશનલ ચાર્જ હોય તેઓ ઘર બંધ કરીને પરિવાર સાથે અમદાવાદ ગયા ત્યારે અજાણ્યા તસ્કરોએ બાજુની સોસાયટીની દીવાલ કૂદીને આવ્યા બાદ જજના ઘરના મુખ્ય દરવાજાનો લોકને તોડી ઘરમાં પ્રવેશ કરી રૂ.1.20 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના ઘરેણાં 7,500 રૂપિયા મળી કુલ 1,27,500 રૂપિયાની ચોરી કરવા સાથે જજ સાહેબે પોતાના માટે ખાવા ફ્રિજમાં મુકેલા ડ્રાયફ્રુટ પણ આરોગી ગયા હતા.

 

સોસાયટીના રહીશોને ચોરીની જાણ થતા તેઓએ પરિવારને કરી હતી. જેથી હિંમતનગર જઇ રહેલા નિવૃત જજ અને તેમના પરિવારના સભ્યો અડધે રસ્તેથી જ બારડોલી પરત ફર્યા હતા અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન સોસાયટીના સી.સી.ફુટેજમાં મોઢે બુકાનીધારી, એક તસ્કરના પાછળ બેગ ભેરવી હોય, એવું જણાય છે, બીજાના હાથમાં કોઈ સાધન જેવું જોવા મળે છે. 2:00 વાગ્યે ઘરમાં ઘૂસ્યા બાદ 4:15 વાગ્યે બહાર નીકળતા જોવા મળ્યા છે.
કપડાની બેગમાં મુકેલ રોકડા 50,000 તેમજ કબાટમાં રાખેલ રોકડા 50,000, પત્નીના પાકીટમાં મુકેલ રોકડા 20,000 તથા ચાંદીના પાંચ નંગ સિક્કા દસ ગ્રામ 2500 રૂપિયા, તેમજ સોનાની એક કાનની કડી કિંમત 5000 રૂપિયા મળી કુલ 1,27,000 રૂપિયાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઇ ગઇ છે.