પાવીજેતપુર તાલુકાના રતનપુરના પાટિયા પાસે રોડ ઉપર પડી ગયેલા ખાડાથી મોટી હોનારતનો ભય
પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામના પાટીયા નજીક રોડ ઉપર ચાર ફૂટ જેટલો લાંબો અને બે ફૂટ જેટલો પહોળો ખાડો પડી જતા મોટી હોનારતનો ભય જનતા ને સતાવી રહ્યો છે.
પાવીજેતપુર થી ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલ રતનપુર ગામના પાટીયા નજીક સાડા ત્રણ થી ચાર ફૂટ લાંબો તેમજ દોડથી બે ફૂટ જેટલો પહોળો ખાડો પડી જવાના કારણે લોકો પોતાની ગાડીઓ એ ખાડામાં પડી ઠપકાઈ નહીં તે હેતુસર રોંગ સાઈડ પોતાની ગાડીઓ લઈ જાય છે જેના કારણે કોઈ ગંભીર અકસ્માત થાય તો નવાઈ નહીં. પાવીજેતપુર વનકુટીર થી રતનપુર થઈ બોડેલી સુધી નો ભારદારી વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ રતનપુર પાટિયા પાસે નાનું ગાબડું પડ્યું હતું પરંતુ ભારદારી વાહનોની અવરજવર તથા આ ખાડો ચાર ફૂટ જેટલો લાંબો તેમજ બે ફૂટ જેટલો પોહળો થઈ જવા પામ્યો છે. આ પડેલા ખાડાની સામે રોડની બીજી બાજુ પણ તૂટી જવા પામી છે જેના કારણે રોડ ખૂબ સાંકડો થઈ ગયો છે. આ ખાડા ને કારણે કેટલાય અકસ્માતો થતા થતા અટક્યા છે. એવી જ રીતે રતનપુર ના પેટ્રોલ પંપ પાસે જ્યાં ખાડાઓનું પુરાણ કર્યું હતું ત્યાં ફરીથી ખાડા પડી રહ્યા છે. તંત્ર આ રતનપુર થી પાવીજેતપુર વચ્ચે પડેલા ખાડાઓને વ્યવસ્થિત રીતે રીપેરીંગ કરાવે તેમ જનતાએ ઇચ્છી રહી છે આ ખાડાઓના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તેમ જનતાને બીક લાગી રહી છે.
આમ, પાવીજેતપુર નજીક રતનપુર ગામના પાટીયા પાસે ચાર ફૂટ જેટલો લાંબો ખાડો પડી જતા મોટી હોનારતનો ભય જનતાને સતાવી રહ્યો છે. તો તંત્ર યુદ્ધના ધોરણે ઘટતું કરે તે ખૂબ જરૂરી થઈ જવા પામ્યું છે.