ભાવનગર,શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લોખંડનાં સળીયા કિ.રૂ.૭,૩૧,૫૩૦/-ની છેતરપીંડીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ. ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને સંયુકત રીતે માહિતી મળી આવેલ કે,ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૧૦૮૩૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ-૪૦૭ મુજબના ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી મુસ્તુફા યાકુબભાઇ મોરીવાલા રહે.મોડાસા જી.અરવલ્લીવાળા તેનાં રહેણાંક મકાને હાજર છે. જે માહિતી આધારે ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ મોડાસા ખાતે જઇ તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી મુસ્તુફા યાકુબભાઇ મોરીવાલા ઉ.વ.૪૨ ધંધો-દરજીકામ રહે.સહારા સોસાયટી, બિલાલ મસ્જીદની સામે,મોડાસા જી.અરવલ્લી* વાળા હાજર મળી આવેલ. જે નાસતાં-ફરતાં આરોપીને હસ્તગત કરી ભાવનગર શિહોર પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ કાર્યવાહી થવા માટે સોંપી આપવામાં આવેલ છે. કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ- પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા,હરિચંદ્દસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા તથા ડ્રાયવર મહેશભાઇ કુવાડિયા જોડાયા હતા
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं