રેલવેએ અમદાવાદ, સાબરમતી-જોધપુર અને જોધપુર-જેસલમેર એક્સપ્રેસ આ બે ટ્રેનોને જોડીને સાબરમતી-જેસલમેર-સાબરમતી ટ્રેન ચલાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેસલમેર, રામદેવરા જવા ઈચ્છુક મુસાફરોને મોટી રાહત મળશે. ટ્રેન નં. 14804/03 સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ અને ટ્રેન નં. 14810/09 જોધપુર-જેસલમેર-જોધપુર એક્સપ્રેસ એકબીજા સાથે મર્જ કરવામાં આવી છે.
હવેથી આ ટ્રેન 14804/03 સાબરમતી-જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ તરીકે ઓળખાશે. તે 31મી જુલાઈથી 21:45 કલાકે સાબરમતીથી ઉપડશે અને સવારે 6:05 કલાકે જોધપુર અને બીજા દિવસે સવારે 12:40 કલાકે જેસલમેર પહોંચશે. વળતી દિશામાં તે 1લી ઓગસ્ટે 15.00 કલાકે જેસલમેરથી ઉપડશે અને 21.10 કલાકે જોધપુર પહોંચશે અને બીજા દિવસે 2.23 કલાકે ભીલડી અને 5.30 કલાકે સાબરમતી પહોંચશે.